આજના સમયમાં જો કોઈ ગુજરાતી સિનેમાપ્રેમીને પૂછવામાં આવે કે તાજેતરમાં કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને આખા દેશમાં ડંકો વગાડ્યો છે, તો દરેકના મોઢે એક જ નામ આવશે લાલો – કૃષ્ણ સદા સહાયતે(Laalo – Krishna Sada Sahaayate). આ ભક્તિસભર ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચીને 100 કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું છે અને પ્રતિષ્ઠિત કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival 2026) ના માર્કેટ સ્ક્રીનિંગ સુધી પહોંચનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. આ સુપરહિટ ફિલ્મમાં જે કલાકારે પોતાની માસૂમિયત, દમદાર ડાયલોગ ડિલિવરી અને જીવંત અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે, તે છે કરણ જોશી(Karan Joshi) એટલે કે આપડો લાલો(Laalo).
લાલો ફિલ્મમાં લાલજી ધનસુખ પરમાર(Laalji Dhansukh Parmar) એટલે કે એક ઓટો રિક્ષા ચાલકનું પાત્ર ભજવીને રાતોરાત સ્ટાર બનેલા કરણ જોશીને આ સફળતા રાતોરાત નથી મળી. રીક્ષાના ટાયર પાછળ સંતાયેલો આ કલાકાર અસલ જિંદગીમાં કમ્પ્યુટર એસેમ્બલિંગની મજૂરી, કોલ સેન્ટરની નાઈટ શિફ્ટ અને થિયેટરમાં ગેટ પર પાણીની બોટલો વહેંચવાના 9 વર્ષના કઠોર આર્થિક સંઘર્ષમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યો છે.
આ લેખમાં આપણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા પ્રશ્નો જેવા કે કરણ જોશીની જન્મ તારીખ શું છે?, કરણ જોશીની ઉંમર કેટલી છે?, કરણ જોશીનાં પત્ની કોણ છે? તે બધી વિગતો સહિત તેમના બાળપણ, શિક્ષણ છોડવાનો નિર્ણય, થિયેટરના દિવસો, સંગીત પ્રત્યેનો તેમનો લગાવ, અંગત જીવન, અને તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વિગતો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરીશું.

કરણ જોશી એક પરંપરાગત ગુજરાતી પરિવારમાંથી આવે છે. કરણ જોશીની ઉંમર(Karan Joshi Age) વિશે કોઈ વ્યક્તિગર માહિતી નથી પણ કરણ જોશી(Karan Joshi) તેમનો જન્મદિવસ 21 નવેમ્બરે ઉજવે છે. તેઓ ગુજરાતી પરિવારમાંથી આવે છે. કરણ જોશીનો ઉછેર અને બાળપણ ગુજરાતના મધ્યમવર્ગીય સંસ્કારોની વચ્ચે વીત્યું છે. તેમના પરિવારમાં મુખ્યત્વે ચાર સભ્યો છે: તેમના માતા, પિતા અને એક મોટા ભાઈ. કરણ પોતાના જીવનમાં આ બધા સભ્યોની, ખાસ કરીને પોતાના મોટા ભાઈની સૌથી વધુ નજીક છે.
પિતાનું માર્ગદર્શન: કરણ જોશીના પિતા(Karan Joshi Father) વ્યવસાયે એક કર્મકાંડ કરતા પંડિત (બ્રાહ્મણ) છે. એક પિતા તરીકે તેમણે ક્યારેય પણ કરણ પર પોતાની ઈચ્છાઓ કે કોઈ વસ્તુ થોપી નહોતી. પંડિતજીએ પોતાના જીવનમાં જે સવલતો અને સુખ-સુવિધાઓ નથી ભોગવી, તે તમામ વસ્તુઓ તેમણે કરણ અને તેમના મોટા ભાઈને પૂરી પાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો.
મોટા ભાઈનો સાથ: કરણના મોટા ભાઈ પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેઓ એક પ્રતિષ્ઠિત એડિટર અને ફિલ્મ મેકર છે. ગુજરાતી સિનેમાની જાણીતી ફિલ્મ ‘વિકી પૂર્ણિમા’ ની રાઈટિંગ ટીમમાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. મોટા ભાઈના આ ફિલ્મી વાતાવરણના કારણે જ કરણને કલા જગતમાં પ્રવેશવાનો રસ્તો મળ્યો હતો.
નાનપણથી જ કરણ થોડા અલગ મિજાજના હતા. તેઓ પરંપરાગત શિક્ષણ પદ્ધતિ કરતાં કંઈક નવું અને સર્જનાત્મક કરવા તરફ વધુ આકર્ષાયેલા રહેતા હતા.

સામાન્ય રીતે દરેક મધ્યમવર્ગીય પરિવારમાં ભણતરને જ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ કરણ જોશીની શૈક્ષણિક સફર સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં તદ્દન અલગ રહી છે.
શાળાના ભણતરથી કંટાળો: કરણ જોશીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું, પરંતુ 10મું ધોરણ ભણ્યા પછી તેઓ સ્કૂલના પરંપરાગત ભણતરથી સખત કંટાળી ગયા હતા. તેમને ક્લાસરૂમની ચાર દીવાલો વચ્ચે બેસીને ગોખણપટ્ટી કરવી બિલકુલ પસંદ નહોતી. પરિણામે, તેમણે 10મા ધોરણ પછી આગળ સ્કૂલ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
હાર્ડવેર એન્જિનિયરિંગનો કોર્સ: સ્કૂલ છોડ્યા બાદ કરિયરમાં કંઈક અલગ કરવાના આશયથી તેમણે એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાંથી હાર્ડવેર એન્જિનિયરિંગનો શોર્ટ-ટર્મ કોર્સ કર્યો. આ કોર્સ દરમિયાન તેઓ કમ્પ્યુટરના પાર્ટ્સ, એસેમ્બલિંગ અને ટેકનિકલ બાબતો શીખ્યા હતા.
જો કે, આ શૈક્ષણિક લાયકાત માત્ર એક શરૂઆત હતી, અસલી શિક્ષણ તો તેમને જિંદગીના રસ્તાઓ પર મળવાનું હતું.
હાર્ડવેર એન્જિનિયરિંગનો કોર્સ કર્યા પછી કરણ જોશી(Karan Joshi) માટે આજીવિકા મેળવવી અને આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી હતું. આ સમયગાળો તેમના જીવનના સૌથી મોટા શારીરિક અને માનસિક સંઘર્ષનો હતો.
શીખવાના ગાળા દરમિયાન કરણ પોતાના એક મિત્ર સાથે ફ્રીમાં કામ કરવા જતા હતા, જે કમ્પ્યુટર એસેમ્બલિંગનું કામ કરતો હતો. કરણ ત્યાં એક સામાન્ય મજૂરની જેમ કામ કરતા હતા. બપોરના બળબળતા તડકામાં પોતાના માથા પર કે હાથમાં ભારે સીપીયુ(CPU) અને એસએમપીએસ(SMPS) ઉંચકીને ગ્રાહકોના ઘરે ડિલિવર કરવા જવા માટે તેઓ પગપાળા કે સાયકલ પર નીકળી પડતા. આ ગાળા દરમિયાન સમાજના લોકો અને આજુબાજુના લોકો તરફથી તેમને ઘણા મેણા-ટોણા પણ સાંભળવા મળતા કે, “ભણવાનું છોડીને આ કેવા ધંધા આદર્યા છે?” પરંતુ કરણે હિંમત ન હારી.
મજૂરીના કામ બાદ આર્થિક સ્થિતિ સુધારવા માટે કરણ જોશીએ આશરે 12 મહિના સુધી એક જાણીતા કોલ સેન્ટરમાં નોકરી કરી. આ નોકરીમાં તેમણે સતત નાઈટ શિફ્ટ માં કામ કરવું પડતું હતું. આખી રાત જાગવું અને રોજની એકસરખી કંટાળાજનક લાઈફ જીવવી કરણ જોશી(Karan Joshi) માટે અસહ્ય બની ગઈ હતી. અંદરનો કલાકાર આ રોબોટિક જિંદગીથી ગૂંગળામણ અનુભવતો હતો, જેના કારણે આખરે તેમણે એ જોબ પણ છોડી દેવાનો મોટો નિર્ણય લીધો.

કોલ સેન્ટરની સ્થિર નોકરી છોડ્યા પછી કરણની નિયમિત કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ એ સમય હતો જ્યાંથી તેમના જીવનનો અસલી ‘કલાત્મક સંઘર્ષ’ શરૂ થયો. આ મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ તેમના તારણહાર બન્યા.
તેમના મોટા ભાઈના માધ્યમથી કરણનો પરિચય અમદાવાદના જાણીતા પ્રાયોગિક થિયેટર ગ્રુપ ‘ઓરોબોરોસ’ સાથે થયો. અહીં આવીને કરણને સમજાયું કે થિયેટર માત્ર મનોરંજન નથી, પણ એક સાધના છે.
અમદાવાદના પ્રખ્યાત આર્ટ સ્પેસ ‘સ્ક્રેપયાર્ડ’ ખાતે એક થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન ગુજરાતી રંગભૂમિના જાણીતા દિગ્દર્શકો શિવમ પારેક અને ચિરાગ સરની નજર કરણ પર પડી. તેમના કહેવાથી કરણે પહેલીવાર સ્ટેજ પર જઈને પૂર્વ તૈયારી વગર ત્વરિત અભિનય કર્યું. સ્ટેજ પર પગ મૂકતા જ કરણને અહેસાસ થયો કે તેઓ આ જ કામ માટે જનમ્યા છે. આ પ્રસંગ તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
શરૂઆતના દિવસોમાં કરણને સીધો સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો મોકો નહોતો મળ્યો. તેમણે થિયેટર બેકસ્ટેજના તમામ નાના-મોટા કામો કર્યા છે, માત્ર લાઈટિંગ સિવાય. વર્ષ 2015-16ની આસપાસ જ્યારે ઓરોબોરોસ થિયેટર સ્પેસ ખાતે પ્રખ્યાત કોમેડી ફેક્ટરી(The Comedy Factory) નો એક મોટો શો હતો, ત્યારે કરણ જોશી ગેટ પાસે ઊભા રહીને આવતા પ્રેક્ષકોને પાણીની બોટલો આપવાનું અને ટિકિટ ચેક કરવાનું સ્વયંસેવક તરીકેનું કામ કરતા હતા. જે માણસ ક્યારેક ગેટ પર ઊભો રહીને પાણી વહેંચતો હતો, તે આજે સ્ક્રીન પર સેન્ટર સ્ટેજ લઈ રહ્યો છે, તે તેમની મહેનત દર્શાવે છે.

જ્યારે લોકો ગૂગલ પર કરણ જોશી ફિલ્મ(Karan Joshi Movies) સર્ચ કરે છે, ત્યારે તેમની યાદીમાં હાલ સૌથી મોખરે ‘લાલો-Laalo’ ફિલ્મ આવે છે. કરણ જોશીએ ફિલ્મોમાં આ બ્રેક મેળવતા પહેલા પૂરા 9 વર્ષ સુધી એક્સપેરિમેન્ટલ થિયેટર કર્યું છે. આ 9 વર્ષ એવા હતા જેમાં કોઈ આર્થિક નફો, મોટું બેંક બેલેન્સ કે લક્ઝરી લાઈફ નહોતી.
કરણ અને તેમના મિત્રો નાટક કરવા માટે જાતે જ લાકડા અને પતરાં લાવીને સેટ બનાવતા, મિત્રો કે પરિચિતો પાસેથી કપડાં અરેન્જ કરતા હતા. નાટક પૂરું થયા પછી થિયેટર હોલનું ભાડું ચૂકવવા કે આખી ટીમના ચા-પાણીનું બિલ ભરવા માટે પણ કરણે પોતાના ખિસ્સામાંથી અથવા મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરવા પડતા હતા. આ નવ વર્ષ સુધી તેમણે એક પણ રૂપિયો કમાયા વગર માત્ર કળા પ્રત્યેના પ્રેમને કારણે ઘસાવવાનું ચાલુ રાખ્યું.
આટલા વર્ષોના અથાગ પરિશ્રમ અને કષ્ટો પછી ઈશ્વરે તેમને લાયક ગણીને અંકિત સખીયા(Ankit Sakhiya) ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લાલો – કૃષ્ણ સદા સહાયતે(Laalo – Krishna Sada Sahaayate) આપી. કરણ આ તક માટે ભગવાન કૃષ્ણ પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતા અને નમ્રતા અનુભવે છે.
શરૂઆતમાં આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં માત્ર 40 લાખની નજીવી કમાણી કરી હતી, પરંતુ પ્રજાના અદભુત રિવ્યુઝ ના કારણે ફિલ્મે ઇતિહાસ સર્જ્યો. આ ફિલ્મે કુલ 122 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન કરીને ગુજરાતી સિનેમાના તમામ જૂના રેકોર્ડ્સ તોડી નાખ્યા. મે 2026માં આ ફિલ્મને પ્રખ્યાત કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Cannes Film Festival) ના માર્કેટ સેક્શનમાં સ્ક્રીન કરવામાં આવી, જ્યાં કરણ જોશીના અભિનયની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ.
રાતોરાત આટલી મોટી સફળતા અને કરોડો રૂપિયાની કમાણી છતાં કરણ જોશી અસલ જિંદગીમાં ખૂબ જ અલગ છે. તેઓ ગ્લેમર વર્લ્ડની ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે.
કરણ જોશી(Karan Joshi) પોતાની ધૂનમાં રહેનારા કલાકાર છે. તેઓ બહુ સોશિયલ વ્યક્તિ નથી. મોટાભાગના સેલિબ્રિટીઝની જેમ તેમને મોટી-મોટી બોલિવૂડ કે ઢોલિવૂડ પાર્ટીઓમાં જવું, ક્લબિંગ કરવું કે લગ્નપ્રસંગોમાં હાજરી આપીને લાઇમલાઇટ મેળવવી બિલકુલ પસંદ નથી. તેઓ પોતાનો ફ્રી ટાઈમ માત્ર પોતાના કામ પર ફોકસ કરવામાં, સ્ક્રિપ્ટ્સ વાંચવામાં અને પ્રકૃતિ સાથે વિતાવવામાં ગાળે છે.
પરિણામની ચિંતા કર્યા વગર 9 વર્ષ સુધી હોલના ભાડાના પૈસા ખિસ્સામાંથી ભરીને પણ નાટકો કરવા, એ જ સાચી કલા સાધના છે. કામ પ્રત્યે વફાદાર રહો, ફળ ઈશ્વર આપશે. કરણ જોશી(Karan Joshi) માને છે કે જે ભાષામાં તમે ઉછર્યા છો, તેમાં જ તમે શ્રેષ્ઠ લાગણીઓ વ્યક્ત કરી શકો છો. રિક્ષાવાળાના પાત્ર માટે જૂનાગઢના રસ્તાઓ પર રિક્ષા ચલાવવી એ તેમની પાત્ર પ્રત્યેની વફાદારી દર્શાવે છે. કરણના જીવનમાં ઇન્ડસ્ટ્રીના બે મિત્રો યશ વણઝારા અને ક્ષિતિજ કપૂર ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. કરણ કહે છે કે આ એવા પાકા મિત્રો છે જેમને તેઓ અડધી રાત્રે પણ કોઈ પણ મદદ માટે હક્કથી ફોન કરી શકે છે.
ઇન્ટરનેટ પર યુઝર્સ દ્વારા સૌથી વધુ સર્ચ થતો પ્રશ્ન કરણ જોશીની પત્ની અંગે છે. તમને જણાવી દઈએ કે કરણ જોશી હજી સિંગલ છે અને તેમના લગ્ન થયા નથી. વયની દ્રષ્ટિએ ફેન્સ ગૂગલ પર કરણ જોશીની ઉમર પણ સર્ચ કરે છે, પરંતુ કરણે પોતાની ચોક્કસ ઉંમર કે જન્મ વર્ષ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પણ તેઓ યુવા કલાકાર છે અને હાલ તેમનું પૂરું ફોકસ કરિયર પર છે.
તાજેતરમાં મે 2026ના ગાળામાં તારક મહેતા ફેમ અભિનેત્રી નેહલ વડોલિયા(Nehal Vadoliya) એ કરણ જોશી પર ઇન્સ્ટાગ્રામ પર અયોગ્ય ચેટ કરવાના આરોપો લગાવ્યા હતા. જો કે, કરણે આ બાબતે કાયદાકીય મદદ લીધી છે અને સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરી 2026 માં તેમનું એકાઉન્ટ હેક થયું હતું. આ ખોટા વિવાદને કારણે તેમના બીમાર અને વૃદ્ધ માતા-પિતા પણ માનસિક તણાવ ભોગવી રહ્યા છે, જ્યારે કરણ આ અભિનેત્રીને ક્યારેય રૂબરૂ મળ્યા પણ નથી.

ફિલ્મ રિલીઝ થયા પછી કરણ જોશીની સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની તાકાતને તેઓ સારી રીતે સમજે છે. કરણ જોશી(Karan Joshi) પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંઘર્ષના દિવસોની યાદો, થિયેટર પ્લેના ફોટોગ્રાફ્સ અને ‘લાલો’ ફિલ્મના શૂટિંગ દરમિયાનના જૂનાગઢના કિસ્સાઓ શેર કરે છે. તેઓ કોઈ સ્ટારડમ રાખ્યા વગર સોશિયલ મીડિયા પર સામાન્ય દર્શકોની સ્ટોરીઝ અને રિવ્યુઝને રી-શેર કરે છે, જે તેમની નમ્રતા દર્શાવે છે.
| પ્લેટફોર્મ | સંખ્યા (2026 મુજબ) | લિંક્સ |
| ફેસબૂક | 6.6 K ફોલોવર્સ | Karan Joshi Facebook |
| ઇન્સ્ટાગ્રામ | 127 K ફોલોવર્સ | Karan Joshi Instagram |
એક સમયના કોલ સેન્ટરના કર્મચારી અને થિયેટરના ગેટ પર પાણીની બોટલો વહેંચનારા વોલેન્ટીયરથી લઈને 122 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મના મેઈન લીડ હીરો તરીકે કેન્સના રેડ કાર્પેટ સુધી પહોંચવું આ છે કરણ જોશીની અદ્ભુત અને હૃદયસ્પર્શી જીવન સફર. કરણ જોશી ‘લાલો – Laalo’ ફિલ્મને આટલો બધો અઢળક અને અકલ્પનિય પ્રેમ આપવા બદલ તમામ ગુજરાતી દર્શકોનો હૃદયપૂર્વક આભાર માને છે. તેઓ નમ્રતાપૂર્વક દરેક ગુજરાતીને વિનંતી કરે છે કે, જો તમે હજુ પણ આ ભક્તિસભર અને સંસ્કારી ફિલ્મ જોવાનું ચૂકી ગયા હોવ, તો ચોક્કસથી તમારા પરિવાર સાથે થિયેટરમાં જઈને જ આ ફિલ્મ નિહાળો અને ગુજરાતી સિનેમાને સપોર્ટ કરો.
Q1. કરણ જોશીએ એક્ટિંગ કરિયરની શરૂઆત કયા થિયેટર ગ્રુપથી કરી હતી?
જવાબ: કરણ જોશીએ વર્ષ 2015-16માં અમદાવાદના જાણીતા પ્રાયોગિક થિયેટર ગ્રુપ ‘ઓરોબોરોસ’ (Ouroboros) સાથે જોડાઈને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
Q2. એક્ટિંગમાં આવતા પહેલા કરણ જોશી કઈ નોકરી કરતા હતા?
જવાબ: એક્ટિંગમાં ફુલ-ટાઈમ આવતા પહેલા કરણ જોશીએ હાર્ડવેર એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો, કમ્પ્યુટર એસેમ્બલિંગનું કામ કર્યું હતું અને આશરે 12 મહિના સુધી કોલ સેન્ટરમાં નાઈટ શિફ્ટમાં નોકરી કરી હતી.
Q3. કરણ જોશીના પરિવારમાં કોણ કોણ છે?
જવાબ: કરણ જોશીના પરિવારમાં તેમના માતા, પિતા અને એક મોટા ભાઈ છે.
Q4. કરણ જોશીના ઇન્ડસ્ટ્રીમાં સૌથી પાકા મિત્રો કોણ છે?
જવાબ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યશ વણઝારા અને ક્ષિતિજ કપૂર કરણ જોશીના સૌથી પાકા મિત્રો છે.
Q5. લાલો ફિલ્મનું કુલ કલેક્શન કેટલું છે અને તે કયા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં ગઈ છે?
જવાબ: ‘લાલો’ ફિલ્મે વર્લ્ડવાઇડ આશરે 122 કરોડ ગ્રોસ કલેક્શન કર્યું છે અને તે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival 2026) સુધી પહોંચનારી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ બની છે.
Q6. કરણ જોશીની વાઇફ નું નામ શું છે?
જવાબ: કરણ જોશી હજી અપરિણિત છે, તેથી તેમની પત્ની વિશે ઇન્ટરનેટ પર સર્ચ થતી વિગતો માત્ર અફવા છે.
Q7. કરણ જોશીની કઈ કઈ ફિલ્મો આવી ચૂકી છે?
જવાબ: કરણ જોશીની મુખ્ય અને સુપરહિટ ડેબ્યુ ફિલ્મ “લાલો – કૃષ્ણ સદા સહાયતે” છે, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.