મિત્રોમાટે એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક માહિતી ગુજરાતી ભાષામાં આપવામાં આવશે. અમારા આ પોર્ટલ મારફતે અમે આપણી ગુજરાતી ભાષામાં નવીનતમ અને ઉપયોગી માહિતી શેર કરશુ જે તમને તમારું જ્ઞાન વધારવામાં એક મિત્ર ની જેમ તમારો સાથી બની જાશે.

અમારા આ પોર્ટલ મારફતે અમે વિવિધ પ્રકાર ની માહિતી આપશું જેમ કે આગામી સરકારી નોકરીની જાહેરાતો, સરકારી યોજનાઓ, જનરલ નોલેજ, ગુજરાતી કલાકારો, બાળકો માટે ઉપયોગી માહિતી, ગુજરાતના ધર્મસ્થળો અને પરિવાર સાથે ફરવા યોગ્ય પ્રવાસ સ્થાનો અને બીજું ઘણું બધું અમારા આ મિત્રોમાટે માધ્યમ થી તમારા સુધી લાવશું.
અમારા આ મિત્રો માટે માધ્યમ થી અમારો એકજ ઉદ્દેશ્ય છે કે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ માહિતીની અછત ને દૂર કરવી અને ગુજરાતી ભાષામાં માહિતી મેળવવા માંગતા તમામ વપરાશકર્તાઓને શ્રેષ્ઠ, ઉપયોગી અને સાચી માહિતી મળે.
અમારા આ પ્લેટફોર્મ મારફતે અમે તમને આવનારી સરકારી નોકરીઓ વિશેની માહિતી, કઈ રીતે અને ક્યાં ફોર્મ ભરવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, પરીક્ષાની તારીખ, પરિણામો અને મેરીટ લિસ્ટ અંગેની જાણકારી પુરી પાડશું.
મિત્રો માટે તમને કરંટ અફેર્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓની જાણકારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી કવેશ્ચન પેપર્સ અને જવાબો, અવનવું જાણવાજેવું અને તમામ પ્રકારની માહિતી આપશે જે તમારા માટે ઉપયોગી બનશે.
અમારા આ પોર્ટલ માધ્યમથી અમે આપણા ગુજરાતના કલાકારો જેમ કે ગાયકો, એક્ટરો, સંગીતકારો અને દરેક નાના અને મોટા કલાકારો ની સફળતા, એમની પ્રેરણાદાયક મહેનત, એમની કારકિર્દી અને એમના વ્યક્તિત્વને તમારા સુધી લાવશું.
સરકારશ્રી તરફથી જેટલીપણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે અથવા તો ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે એ તમામ યોજનાઓ ની માહિતી તમારા સુધી પહોંચાડશું જેથી કરીને તમે પણ આ સરકારી યોજનાઓ નો લાભ લઈ શકો.
અમારા આ મિત્રો માટે પ્લેટફોર્મ દ્વારા પ્રયાસ રહેશે કે ગુજરાતના દરેક ધર્મસ્થળો અને પર્યટન સ્થળો વિષે તમને સર્વશ્રેષ્ઠ, સાચી અને પૂરતી માહિતી તમારા સુધી લાવશું અને એ સ્થળનો જૂનો ઇતિહાસ પણ તમારી સાથે શેર કરશું.
અમારા આ મિત્રો માટે પોર્ટલ મારફતે અમે તમારા બાળકો માટે ઉપયોગી અને એમનું જ્ઞાન વધારી શકે તેવી મનોરંજક રમતો, વાર્તાઓ, તેમના ડેવલપમેન્ટ માટે ક્રાફટ પ્રવૃતિઓ અને બાળકો ને ઉપયોગી તમામ માહિતી ને તમારા સુધી પહોંચાડશું.

Digital Marketer
નમસ્તે મિત્રો, મારુ નામ રામા બારીયા છે, અને હું ડિજિટલ માર્કેટિંગમાં ચાર વર્ષનો અનુભવ ધરાવું છું. ડિજિટલ માર્કેટિંગમાં મેં SEO, કોન્ટેન્ટ માર્કેટિંગ(Content Marketing), સોશ્યિલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing), અને ગૂગલ એડ્સ(Google Ads) જેવી વિવિધ સેવાઓમાં કામ કરેલું છે. અત્યારે હું કેનેડા સ્થિત કંપની માં Sr. Digital Marketing Manager તરીકે કામ કરી રહ્યો છું.
મિત્રો માટે પોર્ટલ બનાવવા પાછળનો અમારો એકજ હેતુ છે કે તમને બધાને શ્રેષ્ઠ, જ્ઞાનવર્ધક અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં પહોંચાડવી. આ વેબસાઈટ ફક્ત અમારીજ નથી પણ તમારી પણ છે એટલેજ આનું નામ મિત્રો માટે રાખ્યું છે.
તમારી સલાહ આવકાર્ય છે. તમને એવું લાગે કે આ વેબસાઈટ પર કોઈ માહિતી કોઈ ને ખાનગી રીતે ઠેસ પહોંચાડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો, અમે એ માહિતી ને વેબસાઈટ પરથી હટાવી દેશું