તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં (Tarak Mehta Ka Ooltah Chashma) થી ઘરે ઘરે પ્રખ્યાત થયેલ દયા બેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) નો જન્મ 17 ઓગસ્ટ 1978 ગુજરાત (Gujarat) નાં અમદાવાદ (Ahmedabad) શહેર માં ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. દિશા વાકાણીને બાળપણથી જ અભિનયમાં રસ હતો કેમ કે તેમના પિતા ભીમ વાકાણી પણ એક થિયેટર કલાકાર હતા, અને દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણી (Mayur Vakani) પણ કલાકાર છે, જેમણે “સુંદરલાલ” તરીકે દિશાની સાથે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” માં કામ કર્યું છે.
દિશા વાકાણીએ અભ્યાસ ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી પૂર્ણ કર્યો છે. તેમણે ડ્રામા અને પરફોર્મિંગ આર્ટ્સમાં બી.એ. કરીને ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે. અભ્યાસ દરમિયાન જ તેમણે વિવિધ નાટકોમાં અભિનય શરૂ કર્યો હતો.
દિશા વાકાણીના (Disha Vakani) અભિનયની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ. તેઓએ ‘કમલ પટેલ v/s ધમાલ પટેલ’ (Kamal Patel vs Dhamal Patel), ‘લાલી લીલા’ (Lali Lila) જેવા અનેક લોકપ્રિય નાટકોમાં અભિનય કર્યો છે. પછીથી તેઓ હિન્દી ફિલ્મો તરફ વળી અને અનેક બોલીવુડ ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે.
દિશા વાકાણી ભારતીય ટેલિવિઝન (Indian Television) ના એક જાણીતા અને લોકપ્રિય અભિનેત્રી છે. તેમણે દેવદાસ (Devdas) (2002) અને જોધા અકબર (Jodhaa Akbar) (2008) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ભલે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ નાની રહી હોય, પણ તેમના અભિનય એ દર્શકોના દિલમા એક અનોખી છાપ છોડી છે.
SAB TV પર આવતી કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં 2008માં દિશા વાકાણીની (Disha Vakani) દયા બેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા. તેમણે દયા જેઠાલાલ ગડા તરીકે પોતાની આગવી ઓળખ છાપી અને લોકો ના દિલો પર રાજ કર્યું છે. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં 2008 થી 2017 સુધી કામ કરેલું છે, તેમની મીઠી ગુજરાતી બોલી, નિમિષવાર હાસ્ય અને પ્રેમાળ સ્વભાવના કારણે દિશા વાકાણી સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ બની ગયા.
નેહા મહેતા વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Neha Mehta Gujarati Actress
દયા બેન તરીકે દિશા વાકાણીની ગુજરાતીની સ્વાભાવિક ઝલક દર્શકોના દિલમાં છવાઈ ગઈ. દિશા વાકાણી ને તેના અભિનય માટે ઘણા પુરસ્કારો મળ્યા છે. 2009 માં, તેણીને 9 મો ભારતીય ટેલિ એવોર્ડમાં કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય એવોર્ડ – Indian Telly Awards for Best Actor in a Comic Role – Female, 2009 માં ઇન્ડિયન ટેલિવીઝન એકેદમી એવોર્ડમાં બેસ્ટ કોમેડી અભિનેત્રી તરીકે – Indian Television Academy Awards for Best Actress – Comedy, 2010 માં 3 જો ઝી ગોલ્ટ એવોર્ડ્સમાં બેસ્ટ કોમિક અભિનેત્રી – Gold Awards for Best Comic Actor,અને 2010 માં 10 મો ભારતીય ટેલિ એવોર્ડમાં – Indian Telly Awards for Best Actor in a Comic Role – Female કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય માટે ઘણા એવોર્ડ મળ્યા છે.
દિશા વાકાણી ની પર્સનલ લાઈફ વિશે વાત કરીયે તો તેણીએ 24 નવેમ્બર 2015માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મયુર પડીયા (Mayur Padia) સાથે લગ્નગ્રંથિ થી જોડાયા હતા. દિશા વાકાણીએ 27 નવેમ્બર 2017 ના રોજ એક દીકરી ના માતા બન્યા અને ત્યારથી જ તેણીએ પોતાનો બધો સમય પોતાના બાળકો અને પરિવાર ને આપવા નું નક્કી કર્યું અને ટેલિવિઝન જગતને અલવિદા કહ્યું.દિશા વાકાણી ના પિતા ભીમ વાકાણી અને તેમના ભાઈ મયુર વાકાણી પણ એક જાણીતા નાટ્યકાર છે. મયુર વાકાણી એ પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ (Tarak Mehta Ka Ooltah Chashma) માં સુંદરલાલ તરીકે તેમના ભાઈ ની ભૂમિકા ભજવી હતી.
દિશા વાકાણી માત્ર એક અભિનેત્રી નથી, પણ ગુજરાતની ઓળખ છે. તેમનું પાત્ર “દયા બેન” ભારતમાં એક અલગ છાપ મૂકી છે. જો કે હાલમાં તેઓ અભિનયથી દૂર છે, તેમ છતાં તેમની લોકપ્રિયતા ઓછી નથી થઈ.
પ્રાચી દેસાઈ વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Prachi Desai Gujarati Actress
તમને બીજા બધા ગુજરાતી કલાકારો વિષે વધુ જાણવું હોય તો MitroMate સાથે જોડાયેલા રહો! અને કોઈ પ્રશ્ન કે કોઈ સલાહ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી શકો છો!
Image Source: WallPaperAccess Content Source: Wikipedia