મલ્હાર ઠાકર (Malhar Thakar), ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિમાં (Gujarati Film Industry) એક એવો લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા છે, જે પોતાની નિષ્ઠા અને મહેનતથી ગુજરાતી સિનેમાને એક નવી ઊંચાઈએ લઇ ગયો છે. તેમની ફેન ફૉલોઇંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ વ્યાપક છે. મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમાને નવું પથ પ્રદર્શન કર્યું છે અને તેમની સફળતાની યાત્રા એક પ્રેરણાદાયક કથા બની છે.
શરુઆત અને પ્રારંભિક જીવન
મલ્હાર ઠાકરનો જન્મ 28 જૂન 1990ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું બાળપણ સામાન્ય બાળક જેવી રમતમાં નહીં, પરંતુ નાટક અને કલાત્મક પ્રવૃત્તિઓમાં પસાર થતું. મલ્હારે અભિનય પ્રત્યેનો ઝુકાવ બાળપણથી જ દર્શાવ્યો હતો અને તે સ્કૂલ અને કોલેજના નાટકોમાં ભાગ લેતા હતા. તેમણે એમ.એલ.એ. માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈમાં કારકિર્દીની શરૂઆત કરી. મકરંદ દેશપાંડે (Makarand Deshpande) જેવા પ્રતિષ્ઠિત થિયેટર ડાયરેક્ટર સાથે કામ કરીને મલ્હારે પોતાના અભિનયને વધુ પખાવીને આગળ વધાર્યું. મલ્હાર ઠાકર એ હાલમાંજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિમાં જાણીતી અભિનેત્રી પૂજા જોશી (Puja Joshi) સાથે લગ્ન જીવનમાં પગલાં પાડયા છે.
ગુજરાતી સિનેમામાં પ્રવેશ
મલ્હાર ઠાકરે 2015માં “છેલ્લો દિવસ” ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ ના તમામ પાત્રો આમતો ખૂબજ મજેદાર છે પરંતું, વિક્કી ભાઈ એ ખૂબજ હસાવ્યાં છે. આ ફિલ્મ ૨૦ નવેમ્બર, ૨૦૧૫ માં આવી હતી અને આ ફિલ્મ ખૂબ કમાણી કરી હતી. આ પાત્રે તેમને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા. તેમની પ્રકૃતિ અને અભિનયને દર્શકો અને વિવેચકો બન્ને તરફથી પ્રશંસા મળી. 2013 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ માં મલ્હાર એ જેઠાલાલ ના મિત્ર પરાગનો રોલ કર્યો હતો.
લોકપ્રિય ફિલ્મો
“છેલ્લો દિવસ” પછી મલ્હાર ઠાકરે ઘણા હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની કેટલીક જાણીતી ફિલ્મો દુનિયાદારી, લવ ની ભવાઈ, શુભ આરંભ, થઈ જશે!, શરતો લાગુ, લગન સ્પેશિયલ, વાત વાતમાં, જેવી ઘણી બધી ફિલ્મો આપી છે.
મલ્હાર ઠાકર અને તેમના ચાહક
મલ્હાર ઠાકર માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં (Social Media) પણ ખૂબ જ સક્રિય છે. તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) પર લાખો ચાહકો છે. તે હંમેશા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને તેમના જીવનના અદ્ભુત ક્ષણોને શેર કરે છે. મલ્હારને ફેશન અને સ્ટાઇલ માટે પણ પ્રસિદ્ધિ મળી છે. તેઓએ ઘણાં ફિલ્મ માં નાના રોલ પણ કયાઁ છે. અભિનય માં સારી એવી સફળતા મેળવ્યા બાદ હાલ મલ્હાર ઠાકર એ ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે.
મલ્હાર ઠાકરના શબ્દોમાં
મલ્હાર ઠાકર હંમેશા માને છે કે સફળતા મ્હેનત અને સાહસનો પ્રસાદ છે. તેઓ કહે છે, “મારી સફર હંમેશા સરળ ન હતી, પરંતુ મારે મારા સપનાઓ માટે ક્યારેય હાર સ્વીકારી નહોતી. મહેનત અને નિષ્ઠા સાથે તમે કોઈપણ સપના સાચા કરી શકો છો.” મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિમાં એક ઉત્કૃષ્ટ અને લોકપ્રિય હીરો છે, જેની સફર પ્રેરણાદાયક છે. તેમની મહેનત, અભિનય અને પ્રતિભાથી તેમણે ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપી છે. મલ્હાર ઠાકરનું યોગદાન હંમેશા ગુજરાતી સિનેમામાં યાદ રહેશે અને તેઓની સફર હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.