
આજે આપણે ગુજરાતમાં શરૂ થયેલી એક લાઇસન્સ માટેની સેવા વિશે વાત કરવાના છીએ, ફેસલેસ લર્નિંગ લાયસન્સ – Faceless Learning Licence! આ નવી સેવાથી હવે તમારે RTO ના ધક્કા ખાવાની જરૂર નહિ પડે કેમ કે તમે ઘરે બેઠા-બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. આ લેખમાં આપણે આ સેવાની દરેક બાબતો, વિઝન, અરજીની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સ, પરીક્ષાના પ્રશ્નો, પાસ-નાપાસ પ્રક્રિયા, ને બીજું બધું જ સમજીશું. ચાલો , તૈયાર થઈ જાઓ, આ લેખ તમારા માટે એકદમ ઉપયોગી છે!
આ ફેસલેસ લર્નિંગ લાયસન્સ બલા છે શું? એકદમ સીધી વાત છે, આ એક એવી સુવિધા છે, જેમાં તમારે RTO ઓફિસે ધક્કા ખાવા નઈ પડે. ગુજરાત સરકારે 7 જુલાઈ 2025થી આ સેવા શરૂ કરી છે, જે આધાર-બેઝ્ડ e-KYC ને AI-ડ્રિવન ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી પર ચાલે છે. એટલે કે, તમે ઘરે બેઠો હોય કે ઓફિસમાં, ઓનલાઈન અરજી કરી શકો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો, ને ટેસ્ટ પણ ઓનલાઈન આપી શકો. પાસ થઈ જાય તો લાયસન્સ ડાઉનલોડ થઈ જાય.
આ સેવા ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે શરૂ કરી છે, જે ડિજિટલ ગવર્નન્સનો – Digital Governance એક ભાગ છે. એટલે, હવે લાઈનમાં ઊભું રહેવું, એજન્ટના ફોનની રાહ જોવી કે ચિંતા કરવી નઈ પડે. બધું ઓનલાઇન અને સરળતાથી થઈ જશે!
ગુજરાત સરકારનું વિઝન છે કે દરેક નાગરિકને સરળ, પારદર્શક, ને ઝડપી સેવાઓ મળે. ફેસલેસ લર્નિંગ લાયસન્સ સિસ્ટમ – Faceless Learning Licence System એ ડિજિટલ ઈન્ડિયા – Digital India ને ગુજરાતના “ઈઝ ઓફ લિવિંગ” – Is of Living ના વિઝન સાથે જોડાયેલું છે. આ સેવાનો મુખ્ય હેતુ છે:
આ બધું એટલે ગુજરાતનાં નાગરિકો આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ શકે, ને રોડ સેફ્ટીના નિયમો પણ ફોલો થાય.
આ સેવાની કેટલીક ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ:
બોલો, આ સેવા શરૂ થઈ એટલે 7 જુલાઈ, 2025ના દિવસે જ ગુજરાતમાં 425 અરજીઓ આવી ગઈ! આ બતાવે છે કે લોકોને આ સુવિધા કેટલી પસંદ પડી. ખાસ કરીને યુવાનો ને ટેક-સેવી લોકો આનો ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ સેવા માટે કોઈ પણ ગુજરાતનો નાગરિક અરજી કરી શકે, પણ એલિજિબિલિટીના કેટલાક નિયમો છે:
અરજી કરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો:
બધા ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી JPEG કે PDF ફોર્મેટમાં રાખવા અને ફાઈલ સાઈઝ ચેક કરી લેવી.
ઓનલાઈન ટેસ્ટ આપવા માટે આ વસ્તુઓ જોઈશે:

ફેસલેસ લર્નિંગ લાયસન્સ – Faceless Learning License માટે અરજી કરવાની પ્રોસેસ આ રીતે છે:
👇અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ આ છે.👇
https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do
પરીક્ષામાં 15 પ્રશ્નો હોય છે, જે ટ્રાફિક નિયમો, રોડ સાઈન, ને સેફ્ટી વિશે હોય છે. દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડ મળે છે. પાસ થવા 9 પ્રશ્નોના જવાબ સાચા હોવા જોઈએ. ટેસ્ટ તમે ગુજરાતી, હિન્દી, કે ઈંગ્લિશમાં આપી શકો છો. ગુજરાતીમાં આપવું હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરી લેજો, બધું એકદમ સરળ લાગશે!
પ્રશ્નોની તૈયારી માટે તમે ગુજરાત RTO ની વેબસાઈટ પરથી મોક ટેસ્ટ ને ક્વેશ્ચન બેન્ક ડાઉનલોડ કરી શકો છો. થોડી પ્રેક્ટિસ કરી લેજો, ને પરીક્ષા તો આંગળીના ટેરવે પાસ થઈ જશે!
પરીક્ષામાં નાપાસ થઈ જાવ તો તમે 24 થી 48 કલાક પછી ફરી પરીક્ષા આપી શકો. ફરીથી ₹50ની રી-ટેસ્ટ ફી ભરવી પડે છે. થોડી વધુ તૈયારી કરો , મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરો , ને ફરી ટ્રાય કરો.
જો તમે પરીક્ષા પાસ કરી લવ તો તમારું લર્નિંગ લાયસન્સ – Learning Licence તરત ડાઉનલોડ થઈ જશે. આ લાયસન્સ 6 મહિના માટે વેલિડ છે. આ દરમિયાન તમારે:
ફેસલેસ લર્નિંગ લાયસન્સની ફી લગભગ ₹900-1300ની આસપાસ હોય છે, પણ આ RTO ને વાહનના પ્રકાર પ્રમાણે બદલાઈ શકે. બીજા વાહનના ક્લાસ માટે અરજી કરવી હોય તો એક્સ્ટ્રા ફી લાગે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રીસીપ્ટ ડાઉનલોડ કરવી.
Q1. ફેસલેસ લર્નિંગ લાયસન્સ શું છે?
જવાબ: ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવવાની સેવા. આધાર e-KYC ને AI ફેસ રેકગ્નિશનથી ટેસ્ટ આપી શકો.
Q2. કોણ અરજી કરી શકે?
જવાબ: 16 વર્ષથી નોન-ગિયર, 18થી કાર-બાઈક, 20થી કોમર્શિયલ વાહન. આધાર લિંક હોવું જોઈએ.
Q3. કયા ડોક્યુમેન્ટ જોયે?
જવાબ: આધાર, એડ્રેસ-એજ પ્રૂફ, ફોટો. 18થી નીચેનાને પેરેન્ટ્સની સંમતિ, કોમર્શિયલને મેડિકલ સર્ટિફિકેટ.
Q4. ટેસ્ટમાં શું હોય?
જવાબ: 15 પ્રશ્નો, 9 સાચા જોઈએ. ટ્રાફિક નિયમો, સાઈન, સેફ્ટીના પ્રશ્નો. ગુજરાતીમાં આપી શકાય.
Q5. ફેલ થઈ જાય તો?
જવાબ: 24 થી 48 કલાક પછી ₹50 ફીથી રી-ટેસ્ટ આપો. પ્રેક્ટિસ કરી ફરી ટ્રાય કરો.
Q6. આધાર વગર શું?
જવાબ: ના, આધાર મસ્ટ છે. નહીં તો ઓફલાઈન RTO માં જવું પડે.
Q7. લાયસન્સ કેટલા સમયનું?
જવાબ: 6 મહિના વેલિડ. ‘L’ સિમ્બોલ લગાવવો, 30 થી 180 દિવસમાં પરમેનન્ટ લાયસન્સ માટે અરજી કરો.
Q8. ફી કેટલી?
જવાબ: ₹900-1300, RTO પ્રમાણે બદલાય. UPI, કાર્ડથી ચૂકવણી કરો.
Q9. ઓફલાઈન ઓપ્શન?
જવાબ: હા, RTOમાં ઓફલાઈન અરજી કરી શકાય, પણ ફેસલેસ ઝડપી છે.
Q10. લાયસન્સ ખોવાઈ જાય તો?
જવાબ: ઓનલાઈન કે ઓફલાઈન ડુપ્લિકેટ માટે અરજી કરો. FIR, ડોક્યુમેન્ટ્સ, ને ફી આપો.
One reply on “Faceless Learning Licence Gujarat – ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવાની નવી સુવિધા”
i like this