MitroMate (મિત્રો માટે)

An illustration promoting a faceless learning licence service in Gujarat, showing a yellow car near a traffic signal. The text highlights how to get your learner's license from home in just 10 minutes.

આજે આપણે ગુજરાતમાં શરૂ થયેલી એક લાઇસન્સ માટેની સેવા વિશે વાત કરવાના છીએ, ફેસલેસ લર્નિંગ લાયસન્સ – Faceless Learning Licence! આ નવી સેવાથી હવે તમારે RTO ના ધક્કા ખાવાની જરૂર નહિ પડે કેમ કે તમે ઘરે બેઠા-બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. આ લેખમાં આપણે આ સેવાની દરેક બાબતો, વિઝન, અરજીની પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સ, પરીક્ષાના પ્રશ્નો, પાસ-નાપાસ પ્રક્રિયા, ને બીજું બધું જ સમજીશું. ચાલો , તૈયાર થઈ જાઓ, આ લેખ તમારા માટે એકદમ ઉપયોગી છે!

ફેસલેસ લર્નિંગ લાયસન્સ શું છે? – What is Faceless Learning Licence?

આ ફેસલેસ લર્નિંગ લાયસન્સ બલા છે શું? એકદમ સીધી વાત છે, આ એક એવી સુવિધા છે, જેમાં તમારે RTO ઓફિસે ધક્કા ખાવા નઈ પડે. ગુજરાત સરકારે 7 જુલાઈ 2025થી આ સેવા શરૂ કરી છે, જે આધાર-બેઝ્ડ e-KYC ને AI-ડ્રિવન ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી પર ચાલે છે. એટલે કે, તમે ઘરે બેઠો હોય કે ઓફિસમાં, ઓનલાઈન અરજી કરી શકો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો, ને ટેસ્ટ પણ ઓનલાઈન આપી શકો. પાસ થઈ જાય તો લાયસન્સ ડાઉનલોડ થઈ જાય.

આ સેવા ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે શરૂ કરી છે, જે ડિજિટલ ગવર્નન્સનો – Digital Governance એક ભાગ છે. એટલે, હવે લાઈનમાં ઊભું રહેવું, એજન્ટના ફોનની રાહ જોવી કે ચિંતા કરવી નઈ પડે. બધું ઓનલાઇન અને સરળતાથી થઈ જશે!

ડિજિટલ ગુજરાતનું સપનું

ગુજરાત સરકારનું વિઝન છે કે દરેક નાગરિકને સરળ, પારદર્શક, ને ઝડપી સેવાઓ મળે. ફેસલેસ લર્નિંગ લાયસન્સ સિસ્ટમ – Faceless Learning Licence System એ ડિજિટલ ઈન્ડિયા – Digital India ને ગુજરાતના “ઈઝ ઓફ લિવિંગ” – Is of Living ના વિઝન સાથે જોડાયેલું છે. આ સેવાનો મુખ્ય હેતુ છે:

  • સગવડ: ઘરે બેઠા લાયસન્સ મેળવવાની સુવિધા.
  • પારદર્શકતા: એજન્ટો ને મિડલમેનની લૂંટ બંધ.
  • ઝડપી પ્રોસેસ: થોડા દિવસમાં લાયસન્સ હાથમાં.
  • ઈકો-ફ્રેન્ડલી: પેપરલેસ વર્ક, ઓછું પ્રદૂષણ.
  • 24/7 એક્સેસ: ગમે ત્યારે, ગમે ત્યાંથી અરજી કરો.

આ બધું એટલે ગુજરાતનાં નાગરિકો આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ શકે, ને રોડ સેફ્ટીના નિયમો પણ ફોલો થાય.

ફેસલેસ લર્નિંગ લાયસન્સની મુખ્ય હાઈલાઈટ્સ – Main Highlights of Faceless Learning Licence

આ સેવાની કેટલીક ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ:

  • આધાર-બેઝ્ડ e-KYC: તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, કેમ કે OTP દ્વારા વેરિફિકેશન થશે.
  • AI ફેસ રેકગ્નિશન: પરીક્ષા દરમિયાન AI તમારો ચહેરો ચેક કરશે, એટલે ચોરી-ચાલાકી નહીં ચાલે!
  • ઓનલાઈન પરીક્ષા: 15 પ્રશ્નોની પરીક્ષા, જેમાંથી 9ના જવાબ સાચા હોવા જોઈએ.
  • ફટાફટ પરિણામ: પરીક્ષા આપ્યા પછી તરત જ પરિણામ, ને પાસ થયા તો લાયસન્સ ડાઉનલોડ કરી લેવું.
  • ઓફલાઈન ઓપ્શન: જો ઓનલાઈન અરજી કરતા ના ફાવે તો જૂની રીતે ITI માં જઈને પણ અરજી કરી શકાય.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે પહેલા દિવસે કેટલી અરજીઓ આવી? – How Many Applications were Received on the First Day for The Faceless Learning Licence?

બોલો, આ સેવા શરૂ થઈ એટલે 7 જુલાઈ, 2025ના દિવસે જ ગુજરાતમાં 425 અરજીઓ આવી ગઈ! આ બતાવે છે કે લોકોને આ સુવિધા કેટલી પસંદ પડી. ખાસ કરીને યુવાનો ને ટેક-સેવી લોકો આનો ખૂબ ફાયદો ઉઠાવી રહ્યા છે.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે કોણ અરજી કરી શકે? – Who Can Apply for The Faceless Learning Licence?

આ સેવા માટે કોઈ પણ ગુજરાતનો નાગરિક અરજી કરી શકે, પણ એલિજિબિલિટીના કેટલાક નિયમો છે:

  • 16 વર્ષ: 50cc સુધીના નોન-ગિયર વાહન (જેમ કે સ્કૂટર) માટે. પેરેન્ટ્સની લેખિત સંમતિ જોઈએ.
  • 18 વર્ષ: ગિયરવાળા ટુ-વ્હીલર, લાઈટ મોટર વાહન (કાર, જીપ) માટે.
  • 20 વર્ષ: કોમર્શિયલ વાહનો (ટેક્સી, બસ) માટે.
  • ફિઝિકલ ફિટનેસ: તમારે શારીરિક રીતે ડ્રાઈવિંગ માટે ફિટ હોવું જોઈએ.
  • આધાર લિંક: આધાર કાર્ડ ને મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Required Documents for The Faceless Learning Licence

અરજી કરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો:

  • આધાર કાર્ડ: ફેસલેસ પ્રોસેસ માટે જરૂરી.
  • એડ્રેસ પ્રૂફ: આધાર, વોટર ID, રેશન કાર્ડ, ઈલેક્ટ્રિક બિલ, કે રેન્ટ એગ્રીમેન્ટ.
  • એજ પ્રૂફ: બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, કે પાસપોર્ટ.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો: ડિજિટલ ફોટો અપલોડ કરવા માટે.
  • પેરેન્ટલ કન્સેન્ટ લેટર: 18 વર્ષથી નીચેના માટે.
  • મેડિકલ સર્ટિફિકેટ: કોમર્શિયલ વાહનો કે 50 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે.

બધા ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી JPEG કે PDF ફોર્મેટમાં રાખવા અને ફાઈલ સાઈઝ ચેક કરી લેવી.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવા જરૂરી સાધનો – Required Tools to Apply for the Faceless Learning License

ઓનલાઈન ટેસ્ટ આપવા માટે આ વસ્તુઓ જોઈશે:

  • સ્માર્ટફોન કે લેપટોપ: ઈન્ટરનેટ કનેક્શન સાથે.
  • વેબકેમ: AI ફેસ રેકગ્નિશન માટે.
  • આધાર-લિંક્ડ મોબાઈલ: OTP વેરિફિકેશન માટે.
  • સ્થિર ઈન્ટરનેટ: ટેસ્ટ દરમિયાન ડિસ્કનેક્ટ ન થાય.
  • પ્રિન્ટર (ઓપ્શનલ): લાયસન્સની હાર્ડ કોપી માટે.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે અરજી કેવી રીતે કરવી? – How to Apply for The Faceless Learning License?

Step-by-step guide in Gujarati for applying for a faceless learning licence in Gujarat. Circular infographic showing 12 stages.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ – Faceless Learning License માટે અરજી કરવાની પ્રોસેસ આ રીતે છે:

  • વેબસાઈટ પર જાઓ: પરિવહન સેવાની ઓફિશિયલ વેબસાઈટ ખોલો, ને ગુજરાત સિલેક્ટ કરો.
  • લર્નર્સ લાયસન્સ ઓપ્શન: “Apply for Learner’s License” પર ક્લિક કરો
  • બધી ડિટેઇલ વાંચ્યા પછી: Continue બટન ઉપર ક્લીક કરો.
  • ત્યાર બાદ તમને RTO Camp સિલેક્ટ કરવાનું આવશે. પણ તમારે તેમાંથી એકપણ સિલેક્ટ કર્યા વગર સબમિટ બટન ઉપર ક્લીક કરી દેવું.
  • ત્યાર બાદ OK બટન ઉપર ક્લીક કરશો એટલે આધાર KYC નું Page ખૂલી જશે.
  • ત્યાર બાદ અધાર કાર્ડ નંબર નાખી OTP વેરીફાય કરો.
  • ફોર્મ ભરો: તમારું નામ, જન્મ તારીખ, એડ્રેસ, વગેરે ડિટેલ્સ ભરો. બધું બરાબર ચેક કરી લેજો.
  • ડોક્યુમેન્ટ્સ અપલોડ: આધાર, એડ્રેસ પ્રૂફ, ને ફોટો અપલોડ કરો.
  • ફી ભરો: ઓનલાઈન પેમેન્ટ (UPI, નેટ બેન્કિંગ, કે કાર્ડ) દ્વારા ફી ભરો. ફી લગભગ ₹900-1300 હોય છે, પણ RTO પ્રમાણે બદલાઈ શકે.
  • પરીક્ષા સ્લોટ બુક: તમારી સગવડ પ્રમાણે ઓનલાઈન પરીક્ષાનો સમય બુક કરો.
  • ઓનલાઈન પરીક્ષા આપો: પરીક્ષામાં 15 પ્રશ્નો હશે, 9 સાચા હોવા જોઈએ.
  • રિઝલ્ટ ચેક: પરીક્ષા પુરી થાય એટલે તરત રિઝલ્ટ મળશે.
  • લાયસન્સ ડાઉનલોડ: પાસ થયા પછી લાયસન્સ ડાઉનલોડ કરી લેજો.

👇અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ આ છે.👇

https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do

પરીક્ષામાં કેટલા પ્રશ્નો ને કઈ ભાષા?

પરીક્ષામાં 15 પ્રશ્નો હોય છે, જે ટ્રાફિક નિયમો, રોડ સાઈન, ને સેફ્ટી વિશે હોય છે. દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડ મળે છે. પાસ થવા 9 પ્રશ્નોના જવાબ સાચા હોવા જોઈએ. ટેસ્ટ તમે ગુજરાતી, હિન્દી, કે ઈંગ્લિશમાં આપી શકો છો. ગુજરાતીમાં આપવું હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરી લેજો, બધું એકદમ સરળ લાગશે!

પ્રશ્નોની તૈયારી માટે તમે ગુજરાત RTO ની વેબસાઈટ પરથી મોક ટેસ્ટ ને ક્વેશ્ચન બેન્ક ડાઉનલોડ કરી શકો છો. થોડી પ્રેક્ટિસ કરી લેજો, ને પરીક્ષા તો આંગળીના ટેરવે પાસ થઈ જશે!

પરીક્ષામાં નાપાસ થઈ જાવ તો?

પરીક્ષામાં નાપાસ થઈ જાવ તો તમે 24 થી 48 કલાક પછી ફરી પરીક્ષા આપી શકો. ફરીથી ₹50ની રી-ટેસ્ટ ફી ભરવી પડે છે. થોડી વધુ તૈયારી કરો , મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરો , ને ફરી ટ્રાય કરો.

પાસ થઈ જાવ તો શું?

જો તમે પરીક્ષા પાસ કરી લવ તો તમારું લર્નિંગ લાયસન્સ – Learning Licence તરત ડાઉનલોડ થઈ જશે. આ લાયસન્સ 6 મહિના માટે વેલિડ છે. આ દરમિયાન તમારે:

  • ‘L’ સિમ્બોલ લગાવવું પડશે વાહનની આગળ-પાછળ.
  • પરમેનન્ટ લાયસન્સ: 30 દિવસ પછી અને 180 દિવસની અંદર પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ – Permanent Driving Licence માટે અરજી કરી શકો.
  • સુપરવિઝન: લર્નિંગ લાયસન્સ – Learning Licence હોય ત્યાં સુધી તમે એકલા ડ્રાઈવ નઈ કરી શકો, કોઈ પરમેનન્ટ લાયસન્સ – Permanent Licence ધારકની દેખરેખ જોઈશે.

ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે ફીસ કેટલી છે? – What is The Fees for The Faceless Learning Licence?

ફેસલેસ લર્નિંગ લાયસન્સની ફી લગભગ ₹900-1300ની આસપાસ હોય છે, પણ આ RTO ને વાહનના પ્રકાર પ્રમાણે બદલાઈ શકે. બીજા વાહનના ક્લાસ માટે અરજી કરવી હોય તો એક્સ્ટ્રા ફી લાગે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રીસીપ્ટ ડાઉનલોડ કરવી.

બીજી મહત્વની બાબતો

  • ડુપ્લિકેટ લાયસન્સ: જો લાયસન્સ ખોવાઈ જાય, ચોરાઈ જાય, કે ડેમેજ થઈ જાય, તો ઓનલાઈન કે ઓફલાઈન ડુપ્લિકેટ લાયસન્સ – Duplicate Licence માટે અરજી કરી શકાય. FIR ની કોપી જોઈશે.
  • એડ્રેસ ચેન્જ: એડ્રેસ બદલાય તો નવું એડ્રેસ પ્રૂફ સાથે RTOમાં અરજી કરો.
  • મોક ટેસ્ટ: ઓનલાઈન મોક ટેસ્ટની સુવિધા પણ છે, જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો .
  • ટ્રેનિંગ સ્કૂલ: કોમર્શિયલ વાહનો માટે ટ્રેનિંગ સ્કૂલનું સર્ટિફિકેટ જોઈશે.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. ફેસલેસ લર્નિંગ લાયસન્સ શું છે?
જવાબ: ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવવાની સેવા. આધાર e-KYC ને AI ફેસ રેકગ્નિશનથી ટેસ્ટ આપી શકો.

Q2. કોણ અરજી કરી શકે?
જવાબ:
16 વર્ષથી નોન-ગિયર, 18થી કાર-બાઈક, 20થી કોમર્શિયલ વાહન. આધાર લિંક હોવું જોઈએ.

Q3. કયા ડોક્યુમેન્ટ જોયે?
જવાબ:
આધાર, એડ્રેસ-એજ પ્રૂફ, ફોટો. 18થી નીચેનાને પેરેન્ટ્સની સંમતિ, કોમર્શિયલને મેડિકલ સર્ટિફિકેટ.

Q4. ટેસ્ટમાં શું હોય?
જવાબ:
15 પ્રશ્નો, 9 સાચા જોઈએ. ટ્રાફિક નિયમો, સાઈન, સેફ્ટીના પ્રશ્નો. ગુજરાતીમાં આપી શકાય.

Q5. ફેલ થઈ જાય તો?
જવાબ:
24 થી 48 કલાક પછી ₹50 ફીથી રી-ટેસ્ટ આપો. પ્રેક્ટિસ કરી ફરી ટ્રાય કરો.

Q6. આધાર વગર શું?
જવાબ:
ના, આધાર મસ્ટ છે. નહીં તો ઓફલાઈન RTO માં જવું પડે.

Q7. લાયસન્સ કેટલા સમયનું?
જવાબ:
6 મહિના વેલિડ. ‘L’ સિમ્બોલ લગાવવો, 30 થી 180 દિવસમાં પરમેનન્ટ લાયસન્સ માટે અરજી કરો.

Q8. ફી કેટલી?
જવાબ:
₹900-1300, RTO પ્રમાણે બદલાય. UPI, કાર્ડથી ચૂકવણી કરો.

Q9. ઓફલાઈન ઓપ્શન?
જવાબ:
હા, RTOમાં ઓફલાઈન અરજી કરી શકાય, પણ ફેસલેસ ઝડપી છે.

Q10. લાયસન્સ ખોવાઈ જાય તો?
જવાબ:
ઓનલાઈન કે ઓફલાઈન ડુપ્લિકેટ માટે અરજી કરો. FIR, ડોક્યુમેન્ટ્સ, ને ફી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

One reply on “Faceless Learning Licence Gujarat – ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવાની નવી સુવિધા”

  • hardayal
    July 10, 2025 at 12:54 pm

    i like this