ગુજરાતના રાજકારણમાં એક એવું નામ છે જે દલિત અસ્મિતા, જમીન અધિકાર અને સામાજિક ન્યાયના આંદોલન સાથે જોડાયેલું છે,તે છે જિગ્નેશ મેવાણી(Jignesh Mevani). ગુજરાત કોંગ્રેસના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) આજે પણ માર્જિનલાઈઝ્ડ સમુદાયોના અવાજ તરીકે ઓળખાય છે. 2017માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય મેળવીને અને 2022માં કોંગ્રેસ ટિકિટ પર ફરી જીતીને તેઓ ગુજરાતના રાજકારણમાં એક મજબૂત વિરોધી અવાજ બની ગયા છે. આ લેખમાં અમે જિગ્નેશ મેવાણીની સંપૂર્ણ વિગતો(Jignesh Mevani details), પ્રારંભિક સંઘર્ષ, મુખ્ય સિદ્ધિઓ, સમાજસેવાના કામો, તમામ વિવાદો અને કાનૂની મામલાઓને વિગતવાર જાણાવીશુ.
જિગ્નેશ મેવાણીનો જન્મ(Jignesh Mevani Birth) 11 ડિસેમ્બર 1980ના રોજ અમદાવાદમાં એક દલિત પરિવારમાં થયો હતો. 2026માં જિગ્નેશ મેવાણીની ઉંમર(Jignesh Mevani Age) 45 વર્ષની છે અને જિગ્નેશ મેવાણીની જ્ઞાતિ(Jignesh Mevani Cast) દલિત છે તેમનું મૂળ ગામ મહેસાણા જિલ્લાનું મેઉ છે, પરંતુ તેઓ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મોટા થયા. આ વિસ્તાર મુખ્યત્વે દલિત વસ્તીવાળો છે. તેમના પિતા નટવરલાલ પરમાર(Natvarlal Parmar) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા હતા અને માતા ચંદ્રાબેન(Chandraben) BSNLમાં કર્મચારી હતા. પરિવાર નીચલા મધ્યમ વર્ગનો હતો, પરંતુ તેઓએ પુત્રને શિક્ષણ આપવામાં ક્યારેય કમી ન રાખી.
પ્રારંભિક શિક્ષણ અમદાવાદના સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાં થયું. વિજ્ઞાન સ્ટ્રીમમાં બે વખત ફેલ થયા પછી તેઓએ આર્ટ્સ તરફ વળ્યા. 2003માં ગુજરાત યુનિવર્સિટીના એચકે આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ પાસ કર્યું. કોલેજમાં તેઓને પ્રોફેસર સૌમ્ય જોશી અને સંજય ભાવે જેવા શિક્ષકોનો પ્રભાવ મળ્યો જેણે તેમને સામાજિક કાર્યકર્તાઓ અને સિવિલ સોસાયટીના ન્યૂઝલેટર્સથી પરિચિત કરાવ્યા.
2004માં ભારતીય વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પૂરો કર્યો. પછી 2013માં D.T Law College માંથી LLB પણ કરી લીધું, તે પણ સાથે સાથે આંદોલન કરતા હતા. આ શિક્ષણની પૃષ્ઠભૂમિ તેમને પત્રકારત્વથી સીધા સામાજિક કાર્ય તરફ લઈ ગઈ. તેઓ આજે પણ કહે છે કે શિક્ષણ અને વાંચન તેમના સંઘર્ષનું મૂળ છે.

2004માં મુંબઈ જઈને તેઓએ ગુજરાતી મેગેઝિન ‘અભિયાન’માં ત્રણ વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું. પણ જલ્દી જ સમજી ગયા કે પત્રકારત્વમાં આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે. ખેડૂતોના આત્મહત્યાના વિષય પરની એક ડોક્યુમેન્ટ્રી જોઈને તેઓએ પત્રકારત્વ છોડી દીધું અને 2008માં ગુજરાત પરત આવ્યા.
અહીં તેઓએ RTI કાર્યકર્તા ભરતસિંહ ઝાલા સાથે ખેડૂતોના આત્મહત્યા પર કામ કર્યું. પછી માનવ અધિકાર કાર્યકર્તા મુકુલ સિંહાના ‘જન સંઘર્ષ મંચ’માં જોડાયા. અહીંથી તેઓએ સેનેટેશન વર્કર્સના વેતન વધારા માટે આંદોલન ચલાવ્યું અને 2015માં 56,873 એકર જમીન ભૂમિહીન દલિતોને આપવા માટે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કર્યું. આ PILમાં તેઓએ સરકારી જમીનનું વિતરણ કાગળ પર જ હોવાનું બહાર પાડ્યું.
2013માં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં ભૂમિહીન દલિતોના કેસ લડ્યા. 2014માં આમ આદમી પાર્ટીમાં ગુજરાત સ્પોક પરસન બન્યા પણ 2016માં રાજીનામું આપી દીધું કારણ કે આંદોલનો પાર્ટીની અસરથી મુક્ત રાખવા માંગતા હતા. તેઓએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની સ્થાપના કરી અને તેના કન્વીનર બન્યા. જેમના કાર્યોની અપડેટ માટે લોકો જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) વોટ્સએપ ગ્રુપ લિંક પણ શોધતા હોય છે. આ તમામ કામોમાં તેઓ માત્ર 10 થી 15 મિત્રોના 1000 થી 1500 રૂપિયાના સપોર્ટ પર સર્વાઇવ હતા, આ તેમના સરળ અને સમર્પિત જીવનનું ઉદાહરણ છે.

2016ની 11 જુલાઈએ ઉના ઘટનામાં સાત દલિત યુવાનોને ગૌરક્ષકો દ્વારા જાહેરમાં કોડીઓથી મારવામાં આવ્યા. આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) એ તરત જ ‘ઉના દલિત અત્યાચાર લડત સમિતિ’ બનાવી અને આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. 31 જુલાઈએ અમદાવાદમાં 20,000થી વધુ લોકોની મહાસભા યોજી.
ત્યારબાદ 5 ઓગસ્ટ 2016થી ‘દલિત અસ્મિતા યાત્રા’ અથવા ‘ચલો ઉના’ અથવા ‘આઝાદી કૂચ’ શરૂ કરી, 380 કિલોમીટરની પદયાત્રા અમદાવાદથી ઉના સુધી. આમાં દલિતો સાથે બીજા વર્ગો પણ જોડાયા. સ્લોગન હતો: “ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો.” માંગ હતી, દરેક ભૂમિહીન દલિતને 5 એકર જમીન, ન્યાય અને રોજગારી.
આ યાત્રાએ ગુજરાત સરકારને વાતે વાતે નમાવી. 200 દલિત પરિવારોને જમીન મળી. આ આંદોલનની અસર કર્ણાટક અને રાજસ્થાન સુધી પહોંચી. 2017માં બીજી આઝાદી કૂચ પણ ચલાવી જેમાં મહેસાણાથી ધાનેરા સુધી માર્ચ કર્યો અને ચાર દલિત પરિવારોને 50 વર્ષ પછી જમીન મળી. આ તેમના સૌથી મોટા સમાજસેવાના કામ છે જેણે હજારો દલિતોના જીવનને સ્પર્શ્યું.
અન્ય સિદ્ધિઓમાં સેનેટેશન વર્કર્સના વેતન વધારા માટેનું આંદોલન, વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ અને આદિવાસી જમીન અધિકાર માટેના કાર્યોનો સમાવેશ થાય છે. આજે પણ તેઓ વિધાનસભામાં SC/ST એટ્રોસિટી એક્ટના અમલ માટે સેલની નિયમિત મીટિંગની માંગ કરે છે, દલિત-આદિવાસી-ઓબીસી વિરુદ્ધના કેસ પાટીદાર આંદોલન જેવા પાછા ખેંચવાની વાત કરે છે અને ગુજરાતમાં વધતા ડ્રગ્સના વેપાર પર સરકાર અને પોલીસને ટીકા કરે છે.
રાજકારણી ગોપાલ ઈટાલીયા વિશે જાણવા અહીંયા ક્લિક કરો!-Gopal Italiya Biography in Gujarati
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વડગામ બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા. કોંગ્રેસ અને AAP સપોર્ટ આપ્યો. ગ્રાઉન્ડફંડિંગથી 20 લાખથી વધુ રૂપિયા એકત્ર થયા (અરુણધાતી રોયે 3 લાખ આપ્યા). રાહુલ ગાંધીએ પણ સપોર્ટ કર્યો. તેઓએ BJPના વિજયકુમાર ચક્રવર્તીને 20,000 વોટથી હરાવ્યા અને 50.79% વોટ મેળવ્યા.
2021માં કોંગ્રેસમાં જોડાયા અને 2022માં ફરી વડગામથી જીત્યા, આ વખતે BJPના મણિલાલ વાઘેલાને હરાવ્યા. હાલ તેઓ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના મજબૂત અવાજ છે. લોકો તેમની મુલાકાત માટે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય કાર્યાલયનું સરનામું (Jignesh Mevani MLA Office Address) શોધતા રહે છે. તેઓ MGNREGA અને નલ સે જલ જેવી યોજનાઓમાં કરપ્શનની તપાસ માટે પણ સક્રિય રહ્યા છે.

કોઈ નેતાની વાર્તા વિવાદ વગર અધૂરી નથી. જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) પણ અનેક કેસ અને અરેસ્ટમાં સામેલ રહ્યા છે, પરંતુ તેઓ તેને રાજકીય દબાણ તરીકે જુએ છે.
તેમના સમર્થકો કહે છે કે આ તમામ કેસ રાજકીય છે અને અવાજ દબાવવાના પ્રયાસ છે, જ્યારે વિરોધીઓ તેને અશાંતિ ફેલાવવાનું કહે છે. પરંતુ મોટા ભાગના કેસમાં તેઓ બેલ પર છૂટી ગયા અથવા ડિસ્ચાર્જ થયા છે.
ઘણા લોકો સર્ચ કરે છે કે શું જિગ્નેશ મેવાણી પરિણીત છે (Is Jignesh Mevani Married), પરંતુ જિગ્નેશ મેવાણી હજુ અવિવાહિત છે. તેમનું જીવન સરળ છે. ઘરમાં કોન્સ્ટિટ્યુશન, કાયદાની બુક્સ અને અંબેડકરના લખાણો. તેઓ પોતાને “લેફ્ટ-લિબરલ આંબેડકરવાદી” કહે છે. તેઓ કોન્સ્ટિટ્યુશનના મૂલ્યોના પ્રચાર માટે ‘સંવિધાન શાખા’ ખોલવાની અપીલ કરે છે અને RSSના વિરોધમાં સક્રિય છે. તેમની કુલ સંપત્તિ એટલે કે જિગ્નેશ મેવાણીની નેટ વર્થ(Jignesh Mevani Net Worth) માત્ર 35 લાખની આસપાસ છે.

જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તેઓ Twitter (X), Facebook અને Instagram પર પોતાના વિચારો અને રાજકીય મુદ્દાઓ શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તેઓ સીધા યુવાનો અને જનતા સાથે જોડાયેલા રહે છે.
| પ્લેટફોર્મ | સંખ્યા (2026 મુજબ) | લિંક્સ |
| ઇન્સ્ટાગ્રામ | 579 K ફોલોઅર્સ | Jignesh Mevani Instagram |
| ફેસબુક | 877 K ફોલોઅર્સ | Jignesh Mevani Facebook |
| X | 1 M ફોલોઅર્સ | Jignesh Mevani X |
રાજકારણી હર્ષ સંઘવી વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Harsh Sanghavi Biography in Gujarati
જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) ગુજરાતના દલિત, આદિવાસી અને પછાત વર્ગો માટે એક આશાનું કિરણ છે. ઉના જેવી ઘટનાઓથી શરૂ કરીને આજે વિધાનસભામાં ડ્રગ્સ, અત્યાચાર અને જમીન અધિકારના મુદ્દે અવાજ ઉઠાવવા સુધી તેમનો સફર અદમ્ય છે. વિવાદો હોવા છતાં તેમની સિદ્ધિઓ, જમીન વિતરણ, વેતન વધારો, આંદોલનો ગુજરાતના ઇતિહાસમાં લખાઈ ગઈ છે.
તો મિત્રો અમને કોમેન્ટ માં જણાવશો કે તમને જિગ્નેશ મેવાણીના જીવનપરિચય(Jignesh Mevani Biography), જિગ્નેશ મેવાણીની જાતી(Jignesh Mevani Caste), જિગ્નેશ મેવાણીની ઉંમર(Jignesh Mevani Age), અને જિગ્નેશ મેવાણીનાં જીવન પરિચયની માહિતી ગુજરાતી(Jignesh Mevani Biography in Gujarat) ભાષામાં જાણીને કેવું લાગ્યું? અને જો તમને આ બધી માહિતી નવી લાગી હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે આ વેબસાઈટ મિત્રોમાટેજ છે!
Q1. જિગ્નેશ મેવાણી કોણ છે?
જવાબ: જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ અને વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ દલિત અસ્મિતા, જમીન અધિકાર અને સામાજિક ન્યાયના મુખ્ય અવાજ છે. 2016ના ઉના આંદોલનથી રાષ્ટ્રીય સ્તરે ઓળખાયા અને 2017 તથા 2022માં વડગામથી જીત્યા.
Q2. જિગ્નેશ મેવાણીની ઉંમર અને જન્મ તારીખ શું છે?
જવાબ: જિગ્નેશ મેવાણીનો જન્મ 11 ડિસેમ્બર 1980ના રોજ અમદાવાદમાં થયો હતો. 2026માં તેમની ઉંમર 45 વર્ષ છે.
Q3. જિગ્નેશ મેવાણી વિવાહિત છે કે નહીં?
જવાબ: જિગ્નેશ મેવાણી હજુ અવિવાહિત છે. તેમના વ્યક્તિગત જીવન વિશે જાહેરમાં કોઈ માહિતી નથી. તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન સમાજસેવા અને રાજકારણ પર કેન્દ્રિત રાખે છે.
Q4. જિગ્નેશ મેવાણીની સંપત્તિ અને નેટ વર્થ કેટલી છે?
જવાબ: તેમની કુલ સંપત્તિ આશરે ₹35 લાખ છે. તેઓ સરળ જીવન જીવે છે અને મોટા ભાગની સંપત્તિ તેમની વકીલાત અને MLA વેતનમાંથી આવે છે. તેઓ કહે છે કે સમાજસેવા તેમનો મુખ્ય ધ્યેય છે.
Q5. જિગ્નેશ મેવાણીનું શિક્ષણ શું છે?
જવાબ: તેમણે સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાં પ્રારંભિક શિક્ષણ લીધું. વિજ્ઞાન સ્ટ્રીમમાં ડ્રોપ આઉટ થયા પછી આર્ટ્સ તરફ વળ્યા. 2003માં HK આર્ટ્સ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં BA, 2004માં ભારતીય વિદ્યા ભવનથી જર્નાલિઝમ ડિપ્લોમા અને 2013માં DT લો કોલેજથી LLB કર્યું.
Q6. જિગ્નેશ મેવાણી કઈ બેઠક પરથી MLA છે અને ક્યારે જીત્યા?
જવાબ: તેઓ વડગામ બેઠક પરથી MLA છે. 2017માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે અને 2022માં કોંગ્રેસ ટિકિટ પર જીત્યા. હાલ તેઓ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે.
Q7. ઉના આંદોલનમાં જિગ્નેશ મેવાણીની ભૂમિકા શું હતી?
જવાબ: 2016માં ઉના ઘટના પછી તેઓએ ‘ઉના દલિત અત્યાચાર લડત સમિતિ’ બનાવી અને 380 કિમીની ‘દલિત અસ્મિતા યાત્રા’ ચલાવી. સ્લોગન “ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો” ખૂબ વાયરલ થયો. આ આંદોલનથી સેંકડો દલિત પરિવારોને જમીન મળી.
Q8. જિગ્નેશ મેવાણીના મુખ્ય વિવાદો અને કેસ શું છે?
જવાબ: તેઓ અનેક કેસમાં સામેલ રહ્યા છે, 2016 આઝાદી કૂચ, 2022 અસમ ટ્વીટ કેસ, પોલીસ મહિલા પર અત્યાચારનો આરોપ વગેરે. 2025-26માં તેઓએ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના નેટવર્ક પર સરકારને આરોપ લગાવ્યા અને “કોઈ પણ મંત્રી જો દારૂ-ડ્રગ્સમાંથી કમાય તો ગદ્દાર છે” જેવું કહ્યું, જેના કારણે પોલીસ પરિવારોના વિરોધ થયા.
Q9. જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં ક્યારે અને કેમ જોડાયા?
જવાબ: 2021માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. પહેલાં સ્વતંત્ર અને આમ આદમી પાર્ટી સાથે હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જોડાઈને તેઓ વધુ મજબૂતીથી દલિત-આદિવાસી-ઓબીસીના મુદ્દે લડી શકે છે.
Q10. 2026માં જિગ્નેશ મેવાણી કયા મુદ્દે સક્રિય છે?
જવાબ: હાલ તેઓ ગુજરાતમાં વધતા ડ્રગ્સ અને અન્ડરગ્રાઉન્ડ દારૂના વેપાર પર સરકાર અને પોલીસને ઘેરી રહ્યા છે. SC/ST એટ્રોસિટી એક્ટના અમલ માટે સેલની મીટિંગની માંગ કરે છે અને વિધાનસભામાં દલિત-આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવે છે.
Q11. જીગ્નેશ મેવાણી કયા શહેરના ધારાસભ્ય છે?
જવાબ: 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ વડગામ બેઠક પરથી ચૂંટાયા હતા. એટલે કે વડગામ ના ધારાસભ્ય છે.
Q12. જીગ્નેશ મેવાણી કઈ પાર્ટી સાથે જોડાયેલ છે?
જવાબ: 2021માં તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા.અને હાલ પણ તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ છે.