MitroMate (મિત્રો માટે)

Nitin Jani, better known as Khajur Bhai, is pointing at his brand logo in a yellow-and-grey promotional graphic.

નમસ્તે મિત્રો, ગુજરાતમાં જ્યારે સેવા અને મનોરંજનની વાત આવે ત્યારે એક જ નામ મોખરે આવે છે આપણા લાડીલા ખજૂરભાઈ(Khajur Bhai) એટલે કે નીતિન જાની(Nitin Jani). આપણા ગુજરાતમાં નીતિન જાનીને એના નામથી બવ ઓછા લોકો ઓળખે કેમ કે આપણા ગુજરાતમાં તેમને પ્રેમથી ખજુરભાઈ ક્યે છે. એક સામાન્ય કોમેડી કન્ટેન્ટ ક્રિએટરથી શરૂ કરીને હજારો લોકોના ઘર બનાવનાર ‘મસીહા’ બનવા સુધીની તેમની સફર અત્યંત પ્રેરણાદાયક છે.

આજ નાં આ લેખમાં આપણે નીતિન જાનીનો જીવન પરિચય(Nitin Jani Biography) વિશે બધીજ માહિતી જાણશું જેમ કે, નીતિન જાનીની ઉંમર(Nitin Jani age), નીતિન જાનીની જન્મ તારીખ(Nitin Jani Birthday Date), નીતિન જાનીનું ઘર(Nitin Jani Hometown), નીતિન જાનીના પત્ની(Nitin Jani wife), નીતિન જાનીનું પરિવાર(Nitin Jani family), નીતિન જાનીનો ધર્મ(Nitin Jani Religion), નીતિન જાનીના ભાઈ(Nitin Jani brother), નીતિન જાની ફિલ્મો(Nitin Jani Movies), અને બધું ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.

નીતિન જાનીનાં જીવન પરિચયમાં બાળપણ અને પરિવાર – Childhood and family in Nitin Jani Biography

નીતિન જાની, જેને આખું ગુજરાત ખજૂરભાઈ(Khajurbhai) તરીકે ઓળખે છે, ખજૂરભાઈ નો જન્મ(Khajurbhai Birth Date) 24 મે 1986માં સુરતમાં થયો હતો. ખજૂરભાઈ એક મોટા પરિવારમાં(Khajur Bhai Family) જન્મ્યા, ચાર ભાઈઓ અરુણભાઈ(Arunbhai), વરુણભાઈ(Varun Bhai), નીતિનભાઈ(Nitin Bhai) તથા તરુણભાઈ(Tarun Bhai) અને ત્રણ બહેનો મનીષાબેન(Manisha Ben), આશાબેન(Asha Ben), વર્ષાબેન(Varsha Ben) સાથે સાત બાળકોનું કુટુંબ.

A smiling portrait of Khajur Bhai (Nitin Jani) in a purple t-shirt and dark blue shirt against a lavender artistic background with floral elements.
Nitin Jani

પિતા એક વિધિસરના બ્રાહ્મણ અને ધાર્મિક વક્તા હતા જેઓ 1990ના દાયકામાં વિદેશમાં પણ ધર્મપ્રવચન કરવા જતા. માતા મંજુલાબેન(Manjula Ben) ઘરની સંભાળ રાખતા ગૃહિણી હતા. પિતાએ બધા બાળકોને રાજા-રાણીની જેમ ઉછેર્યા, પરંતુ કડક શિસ્ત સાથે, ક્યારેય મારપીટ નહીં, માત્ર શબ્દો અને મૂલ્યો દ્વારા.

ખજૂરભાઈનાં જીવન પરિચયમાં શૈક્ષણિક માહિતી – Education Information and Early Career in Khajur Bhai Biography

બાળપણમાં નીતિન જાની અભ્યાસમાં બહુ સારા નહોતા. તેઓ છેલ્લી બેન્ચ પર બેસતા અને શિક્ષકો ભણાવતા હોય ત્યારે મોઢેશ્વરીની દુકાનેથી ખમણ અને સેન્ડવિચ ખરીદીને સાથેના વિદ્યાર્થીઓને વહેંચતા. પોતે ભૂખ્યા રહી જાય તો પણ બીજાને ભૂખ્યા ન રહેવા દે, આ વિચાર તેમના અંતરમાંથી આવતો. શાળા બંધ કરીને કેનાલમાં તરવા જવું, શરારતો કરવી આ બધું તેમનું રોજિંદું હતું.

છતાં આજે પણ તેઓ પોતાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથે સંપર્ક જાળવી રાખે છે. તેમના મનમાં બાળપણથી જ પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન હતું, કલાકાર બનવાની કોઈ યોજના નહોતી. કહેવાય છે કે, “કલાકાર બનવું તો નસીબમાં લખેલું હતું.”

Nitin Jani, known as Khajur Bhai, is posing with a "Namaste" gesture in a blue tracksuit against a vibrant blue and orange abstract splash background.
Nitin Jani
આરતી સંગાણી વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Singer Aarti Sangani Biography in Gujarati

સુરતમાં 1 થી 12 સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી બારડોલીમાં ગ્રેજ્યુએશન(Graduation), પુણેમાં MCA અને પાંચ સેમેસ્ટર LLB તેમજ MBA પણ પૂર્ણ કર્યા. શિક્ષણ પૂરું થયા પછી તેઓ IT કંપનીમાં જોડાયા અને માસિક 70000 રૂપિયા સુધીની સેલરી મેળવતા હતા. પરંતુ દિવસમાં 9 કલાક કમ્પ્યુટર સામે બેસવું તેમને ન ગમ્યું. તેઓ માણસો સાથે વાત કરવા, ફરવા અને કામ કરવા માંગતા હતા.

નીતિન જાનીનાં જીવન પરિચયમાં કારકિર્દીની સફર – Beginning of Musical Career Journey in Nitin Jani Biography in Gujarati

ખજુરભાઈ એ 2012 – 13 માં તેઓએ IT જોબ છોડી દીધી અને લોનાવલામાં બિગ બોસના શૂટિંગમાં પ્રોડક્શન વર્ક શરૂ કર્યું પગાર માત્ર 17000. પિતાએ એક જ પ્રશ્ન પૂછ્યો અને સપોર્ટ કર્યો: પોતાના પગ પર ઊભા રહે, ધન ન ભેગું કર, બીજાને મદદ કરવા ખર્ચ કર.

2015માં તેમનો પહેલો વીડિયો ગાર્બેજ ડિસ્પ્યુટ(Garbage Dispute) વાયરલ થયો. ગુજરાતમાં પતિ-પત્ની કોમેડીના પાયાના સ્થાપક તરીકે તેઓ જાણીતા થયા. શરૂઆતમાં લોકોનો વિરોધ થયો, પરંતુ તેઓએ હાર ન માની.

નીતિન જાનીનું નામ ખજુરભાઈ કેમ પડયું? – Why Did Nitin Jani Get The Name Khajur Bhai?

 “ખજૂર” નામની ઉત્પત્તિ સિંગાપોરના મોલમાં ખજૂર ના પેકેટ સાથે થઈ અને ભાઈ તરુણે તેને વીડિયો માટે સૂચવ્યું. 11000 થી વધુ વીડિયો બનાવ્યા છે, દુબઈની 55 ડિગ્રી ગરમીમાં પણ શૂટિંગ કર્યું. 2018માં તેમણે ગુજરાતી ફિલ્મ “આવુજ રહેશે” ડાયરેક્ટ કરી જેમાં યતિન પરમાર, મેહુલ કજારિયા જેવા કલાકારો હતા.

Khajur Bhai Nitin Jani wearing sunglasses and a traditional rudraksha mala set against a serene grey and blue landscape digital art background.
Nitin Jani

તરુણ જાની(Tarun Jani) સાથે બાહુબલી જેવું ફિલ્મ ગુજરાતી માં બનાવવાની ઈચ્છા છે. તેમના ચેનલ્સ – “ખજુરભાઈ” અને “ખજૂરભાઈ વ્લોગ્સ(Khajur Bhai Vlogs)” આજે કરોડો વ્યૂઝ અને લાખો સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. પાંચ સિલ્વર અને ત્રણ ગોલ્ડ યુટ્યુબ પ્લે બટન મેળવ્યા. આજે તેઓ ખજૂરભાઈ સિંગતેલ(Khajur Bhai Singtel) અને ખજૂરભાઈ મસાલા(Khajurbhai Masala) જેવા બ્રાન્ડ પણ ચલાવે છે જે ગુજરાતી પરંપરા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

સેવાકાર્યની શરૂઆત અને જાનિદાદા ફાઉન્ડેશન

2021ના કોરોના સમયમાં નીતિન જાનીએ(Nitin Jani) પોતાની સોશિયલ મીડિયા આવકનો મોટો ભાગ અસરગ્રસ્ત પરિવારોને આપ્યો. માઈગ્રન્ટ મજૂરોને ઘર પાછા મોકલવા, રાશન વહેંચવા બધું ચુપચાપ કર્યું. જ્યારે કેટલાકે કહ્યું “તમે કંઈ કર્યું નથી”, ત્યારે તેઓએ વીડિયો બનાવીને સેવા દર્શાવવાનું શરૂ કર્યું જેથી બીજા પ્રેરિત થાય.

2021ના તૌક્તે વાવાજોડા(Tauktae Cyclon) પછી એક વૃદ્ધ માતાએ કહ્યું, “રાશન તો ઠીક છે, પરંતુ મારું ઘર તો ઊડી ગયું છે!” આ વાક્યે ખજૂરભાઈને(Khajur Bhai) હચમચાવી દીધા. તેમણે વચન આપ્યું અને એક ઘરથી શરૂ કરીને આજે 375થી વધુ કાયમી ઘરો બાંધી દીધા છે.

શરૂઆતમાં 40000ના ટીન શીટના આશ્રયથી આજે 8 થી 10 લાખના પાકા મકાનો રૂમ, કિચન, ટોઈલેટ, ટેરેસ અને પશુઓ માટે શેડ સાથે. સિંધાઈ, વેવલ જેવા ગામોમાં તાજેતરના સાયક્લોન પછી પણ ઘરો બાંધ્યા. તેઓ પોતે સાઈટ પર જઈને ચેક કરે છે અને કહે છે, “ભગવાન મદદ કરે તો ઘર પૂરું થઈ જાય છે.”

દેવાયત ખવાડ વિશે જાણવા અહીં ક્લીક કરો! - Devayat Khavad Biography in Gujarati

જાનિદાદા ફાઉન્ડેશન(Jani Dada Foundation) દ્વારા તેઓ ગરીબોને ઘર, તબીબી સહાય, રાશન, વિધવાઓને સપોર્ટ, વૃદ્ધોને સહાય અને અનેક કાર્યો કરે છે. આવકનો મોટો ભાગ સેવામાં જ વાપરે છે. લોકો તેમને “ગુજરાતના સોનુ સુદ” કહે છે.

ખજુરભાઈ નું વ્યક્તિગત જીવન અને પરિવાર – Personal Life and Family of Khajur Bhai

નીતિન જાની-ખજૂરભાઈ(Nitin Jani – Khajur Bhai) નું વ્યક્તિગત જીવન પણ ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું છે. વર્ષ 2018માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જાહેર કર્યું હતું કે તેમની પત્નીનું નામ વિધિ જાની છે અને તેઓ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર માં કામ કરે છે. આ વાત તેમણે “Vishesh with Dinesh” ચેનલના વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં કહી હતી. પરંતુ આ લગ્ન પછીના વર્ષોમાં સંબંધો વિસર્જન પામ્યા.

Nitin Jani (Khajur Bhai) wearing a white Thobe and Ghutra (traditional Arab dress) in a soft aesthetic edit with peach floral branches.
Nitin Jani

ડિસેમ્બર 2022માં તેમણે મીનાક્ષી દવે(Minaxi Dave) સાથે સગાઈ કરી અને 8 ડિસેમ્બર 2023માં સાદગીભર્યા સમારોહમાં લગ્ન કર્યા. મીનાક્ષી તેમના સેવાકાર્યોમાં પણ સક્રિયપણે સાથ આપે છે અને આજે તેઓ ખજૂરભાઈના પત્ની(Khajur Bhai Wife) તરીકે વ્લોગ્સમાં નિયમિત જોવા મળે છે. પરિવારનું સમર્થન હંમેશા તેમની સાથે રહ્યું છે. ભાઈ તરુણ જાની(Tarun Jani) કન્ટેન્ટ અને વ્યવસાયમાં મદદ કરે છે અને ખજૂરભાઈ વારંવાર કહે છે કે “પરિવાર જ મારી તાકાત છે.”

ખજૂરભાઈનું કાર્ય મોડલ

લોકોને પ્રશ્ન થાય છે કે નીતિન જાની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે?

  • સોશિયલ મીડિયાની આવક: ફેસબુક અને યુટ્યુબ પરથી મળતી એડ રેવન્યુનો મોટો હિસ્સો તેઓ સેવામાં વાપરે છે.
  • લોક ભાગીદારી: તેમના કામને જોઈને દુનિયાભરના ગુજરાતીઓ તેમને ડોનેશન આપે છે.
  • સ્વયંસેવકો: તેમની પાસે હજારો યુવાનોની ટીમ છે જે કોઈપણ સ્વાર્થ વગર કામ કરે છે.

રાજકારણમાં પ્રવેશની તૈયારી – 2027ની ચૂંટણી?

2025માં તેમણે વીડિયોમાં યુવાનોને રાજકારણમાં આવવા અપીલ કરી અને કહ્યું કે જો લોકો ઇચ્છે તો 2027ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે. 2022માં ટિકિટની ઓફર આવી હતી પરંતુ તેમણે સેવા માટે નકારી. તેઓ માને છે કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ જેથી સેવા વધુ મોટા સ્તરે થાય.

કિંજલબેન  રબારી  વિશે જાણવા અહીં ક્લીક કરો ! - Singer Kinjal Rabari Biography in Gujarati

વિવાદોની વાસ્તવિક તસવીર – શાહ ઇન્વેસ્ટમેન્ટ અને લાલા આહિરના આરોપો

કોઈ પણ વ્યક્તિ જેમ કે ખજૂરભાઈ(Khajur Bhai) જેટલી લોકપ્રિયતા મેળવે છે તેની આસપાસ વિવાદો પણ આવે છે. અમે તેને પણ વિગતવાર અને તટસ્થ રીતે સમજાવીએ છીએ:

શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં કીર્તિ પટેલના (Kirti Patel) આરોપો (ઓક્ટોબર ૨૦૨૫):

પ્રભાવી કીર્તિ પટેલે(Kirti Patel) ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં દાવો કર્યો કે જેલમાં પૂજા શાહ, હાર્દિક શાહની પત્ની સાથે વાત થઈ અને પૂજાએ કહ્યું કે નીતિન જાની(Nitin Jani) માત્ર જાહેરાત નહીં પરંતુ આ સ્કેમમાં 20% ભાગીદાર હતા. શાહ ઇન્વેસ્ટમેન્ટે સોશિયલ મીડિયા એડ્સ દ્વારા લોકોને 12-15% રિટર્નનું લાલચ આપીને કરોડોની ઠગાઈ કરી (સુરત અને ભાવનગરમાં ૧.૬૩ કરોડના કેસ).

A candid profile shot of Nitin Jani Khajur Bhai wearing a pink bird-print t-shirt and sunglasses.
Nitin Jani

કીર્તિએ કહ્યું કે નીતિન જે પણ કંપનીની પ્રમોશન કરે તેમાં ભાગીદારી રાખે છે અને કરોડો કમાઈને સેવામાં દાન કરે છે. તેમણે ઠગાઈના ભોગવનારાઓને તેમનો સંપર્ક કરવા કહ્યું. આ આરોપો પછી નીતિન તરફથી કોઈ સાર્વજનિક જવાબનો ઉલ્લેખ નથી, પરંતુ આ તેમના રાજકારણમાં પ્રવેશ પહેલાં આવ્યું.

લાલા આહિર (Lala Ahir) સાથેનો તાજો વિવાદ (માર્ચ ૨૦૨૬):

રાજકોટના ખોખલદળના લાલા આહિરએ વીડિયોમાં આરોપ લગાવ્યા કે નીતિન જાની(Nitin Jani) અને તરુણ જાનીએ સમાધાન માટે સાવરકુંડલા નજીક બોલાવ્યા અને ત્યાં યુવરાજ સહિત 10 થી 12 લોકોએ તેમની મહિન્દ્રા થાર પર હુમલો કર્યો, તોડફોડ કરી અને ગેરવર્તણૂક કરી. લાલાએ કહ્યું, “નીતિન જાની 5 લોકોનું સારું કરે છે પણ 10નું ખરાબ કરે છે.”

તેમણે બંને ભાઈઓનો જાહેર વરઘોડો કાઢવાની માગણી પણ કરી. આ વીડિયો વાયરલ થયો છે અને ખજૂરભાઈ(Khajur Bhai) તરફથી હજુ સ્પષ્ટતા આવી નથી. આ વિવાદો હોવા છતાં ખજૂરભાઈના લાખો ફેન્સ તેમને સેવાભાવી તરીકે જુએ છે અને માને છે કે આરોપોની તપાસ થવી જોઈએ.

ખજૂરભાઈની સોશિયલ મીડિયા ઉપસ્થિતિ – Khajur Bhai Social Media Presence

Nitin Jani (Khajur Bhai) wearing sunglasses and a plaid shirt in a modern digital art.
Nitin Jani

ખજૂરભાઈના(Khajur Bhai) લાખો ફોલોઅર્સ છે અને તેમના દરેક વિડિઓને લાખો લોકો જુએ છે

પ્લેટફોર્મસંખ્યા (2026 મુજબ)લિંક્સ
ઇન્સ્ટાગ્રામ6.1 M FollowersNitin Jani Instagram
ફેસબુક2.9 M FollowersNitin Jani Facebook
યૂટ્યૂબ29.5 Lakh subscribersNitin Jani YouTube

નિષ્કર્ષ – Conclusion

ખજૂરભાઈએ(Khajur Bhai) બતાવ્યું કે હાસ્ય અને સેવા એકસાથે ચાલી શકે છે. તેઓ કહે છે, સેવા એ નશો છે, ગુજરાતીઓ સરળતાથી ઝુકતા નથી, તેમનો આદર કરો, માતા-પિતાને જીવતાં સન્માન આપો. તેમના 6 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ અને કરોડો વ્યૂઝ દર્શાવે છે કે લોકો તેમની સાથે જોડાયેલા છે.

ખજૂરભાઈ એટલેકે નીતિન જાની માત્ર કન્ટેન્ટ ક્રિએટર નથી, તેઓ ગુજરાતના સેવાભાવીનું જીવંત ઉદાહરણ છે. 375+ ઘરો, અસંખ્ય જીવનોને સ્પર્શ, હાસ્યની વર્ષા અને સતત પ્રયાસ, આ બધું તેમને અદભુત બનાવે છે. વિવાદો હોય તો પણ તેમના સકારાત્મક કાર્યો અનેક ગણી વધારે છે. જો તમે પણ સેવા કરવા માંગો છો તો તેમના વ્લોગ્સ જુઓ, જાનિદાદા ફાઉન્ડેશનને સપોર્ટ કરો અને પોતાના ક્ષેત્રમાં પ્રયાસ કરો.

તો મિત્રો અમને કોમેન્ટ માં જણાવશો કે તમને ખજુરભાઈ ના પત્ની(Khajur Bhai Wife), ખજુરભાઈ ની ઉંમર(Khajur Bhai Age), ખજુરભાઈ ના જન્મ દિવસની તારીખ(Khajur Bhai Birthday Date), ખજુરભાઈના ભાઈઓ(Khajur Bhai Brother), ખજૂરભાઈનું પરિવાર(Khajur Bhai Family), ખજુરભાઈનાં ગામ નું નામ(Khajur Bhai Village Name), અને નીતિન જાનીનાં જીવન પરિચયની માહિતી ગુજરાતી(Nitin Jani Biography in Gujarati) ભાષામાં જાણીને કેવું લાગ્યું? અને જો તમને આ બધી માહિતી નવી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો!

FAQ(વારંવાર પૂછાતા પ્રશ્નો)

Q1. ખજુરભાઈ ની પત્ની નું નામ શું છે?
જવાબ:
ખજૂરભાઈ(નીતિન જાની) ની વર્તમાન પત્નીનું નામ મીનાક્ષી દવે છે.

Q2. ખજુરભાઈ ની પહેલી પત્ની કોણ હતી?
જવાબ:
ખજૂરભાઈએ 2018ના એક ઇન્ટરવ્યૂમાં પોતાની પત્નીનું નામ વિધિ તરીકે જણાવ્યું હતું.

Q3. ખજુરભાઈ ની ઉંમર કેટલી છે?
જવાબ:
ખજૂરભાઈ (નીતિન જાની)નો જન્મ 24 મે 1987માં થયો હતો. 2026માં તેમની ઉંમર 39 વર્ષ છે.

Q4. ખજુરભાઈ ની નેટ વર્થ કેટલી છે?
જવાબ:
ખજૂરભાઈની અંદાજિત નેટ વર્થ ₹2 કરોડથી વધુ છે (2025-2026 અપડેટ). આમાં યુટ્યુબ આવક (2 ચેનલ્સ પર કરોડો વ્યૂઝ), બ્રાન્ડ્સ ખજૂરભાઈ સિંગતેલ અને મસાલા, ફિલ્મો અને સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે. તેઓ આવકનો મોટો ભાગ જાનિદાદા ફાઉન્ડેશન અને સેવાકાર્યોમાં વાપરે છે.

Q5. ખજુરભાઈ નો પરિવાર કેવો છે?
જવાબ:
ખજૂરભાઈનો પરિવાર મોટો છે, ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ, તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન). પિતા કથાકાર હતા. ભાઈ તરુણ જાની કન્ટેન્ટ અને વ્યવસાયમાં સાથ આપે છે. પત્ની મીનાક્ષી દવે પણ પરિવાર અને સેવામાં સક્રિય છે.

Q6. ખજુરભાઈ ની બાયોગ્રાફી શું છે?
જવાબ:
નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન, યુટ્યુબર, એક્ટર અને સેવાભાવી છે. સુરતમાં જન્મેલા, IT જોબ છોડીને 2015માં યુટ્યુબ પર આવ્યા. “ખજુરભાઈ(Khajur Bhai)” અને “ખજૂરભાઈ વ્લોગ્સ (Khajur Bhai Vlogs)” ચેનલ્સ પર કરોડો વ્યૂઝ. 2018માં ફિલ્મ “આવુંજ રહેશે” ડાયરેક્ટ કરી. તાઉક્તે સાયક્લોન પછી 375+ ઘરો બાંધ્યા. જાનિદાદા ફાઉન્ડેશન ચલાવે છે.

Q7. ખજુરભાઈ ની ફોટો અથવા વીડિયો ક્યાં જોવા મળે?
જવાબ:
તેમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ “Khajur Bhai Vlogs” અને “Khajurbhai” પર નવા વીડિયો અને ફોટો મળે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ અપડેટ્સ છે. લગ્નની તસવીરો News18 Gujarati અને VTV પર વાયરલ થઈ હતી.

Q8. ખજુરભાઈ નો ધર્મ શું છે?
જવાબ:
ખજૂરભાઈ હિન્દુ ધર્મને અનુસરે છે (પરિવાર બ્રાહ્મણ છે, પિતા કથાકાર હતા).

Q9. ખજુરભાઈ ના ભાઈ કોણ છે?
જવાબ:
ખજુરભાઈ ના ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ, તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન).

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *