(1)1 મીટરના મી.મી. કેટલા થાય ?
(2)પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે. મોટ પુત્રની ઉંમર પિતા કરતાં 18 વરસ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતા ની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે ?
(3)A અને Bની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં Aની ઉંમર B કરતાં 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચે તફાવત શોધો ?
(4)P = (ક્રીકેટ. ખોખો. હોકી. વોલીબોલ) ગણના ઉપગણોની સંખ્યા કેટલી થાય ?
(5)૫૫૦ ને રોમન અંકોમાં કઈ રીતે લખાય ?
(6)શોભા આશિષની ભત્રીજી છે કમલેશ આશિષનો એકમાત્ર ભાઈ છે. માયા કમલેશની માતા છે. તો શોભાનો માયા સાથે શું સંબંધ થાય ?
(7)200 160 115 65 .......
(8)ડોકટર : સારવાર : : જજ :_______
(9)૯ : ૮૧ : : ૧૯ :________
(10)140 + 39.407 = ______
(11)1 અર =_____ ચો.મી.
(12)એક ઘન સેમી. બરાબર કેટલા મિલીલીટર ?
(13)π એ શેનો ગુણોત્તર છે ?
(14)100 મીટર લંબાઈના ચોરસ બાગની ફરતે 5 મીટરના અંતરે ઝાડ રોપવા હોય તો કુલ કેટલા ઝાડ જોઇશે ?
(15)1 મીટરના મી.મી. કેટલા થાય ?
(16)જય ૧૭ કિમી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિમી ચાલે છે ફરીથી ડાબી બાજુ તરફ વળી ૧૭ કિમી ચાલે છે ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી ૧૫ કિમી ચાલે છે. તો પ્રસ્થાનબિંદુથી તે કેટલો દૂર હોય ?
(17)4.2 સેમી. વ્યાસ ધરાવતા ગોળાનું ઘનફળ કેટલું થાય ?
(18)ત્રણ સમાંતર રેખાઓને બીજી ત્રણ સમાંતર રેખાઓ છેદે તો કુલ કેટલા ચતુષ્કોણ રચાય ?
(19)4 અર ક્ષેત્રવાળા ચોરસ બાગની લંબાઇ કેટલા મીટર થાય ?
(20)એક લંબચોરસની એક બાજુ બીજી બાજુ કરતાં 3 સેમી વધુ છે. આ લંબચોરસની પરિમિતિ 58 સેમી હોય તો તેની લાંબી બાજનું માપ કેટલું થાય ?
(21)નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
(22)કોઇ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઇ હશે ?
(23)એક વર્તુળનું ક્ષેત્રફળ 154 ચો.સેમી. છે. તો તેનો પરિઘ કેટલો થશે ?
(24)1 ઘનફૂટ = ______ઘન ઇંચ
(25)1 અર =_______ ચો.મી.
(26)ત્રણ ખુણાઓના માપનો સરવાળો 180 (એકસો એંશી અંશ) કોને લાગુ પડે ?
(27)વર્તુળની સૌથી મોટી જીવા કઈ છે?
(28)AEROPLANE શબ્દ ગણના ઉપગણોની સંખ્યા કેટલી છે?
(29)મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા સાત ગણી હતી. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે?
(30)સચિનની 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય છે તો સચિનની હાલની ઉંમર શોધો.
(31)420 મીટર લાંબી ટ્રેનને એક થાભલો પસાર કરતાં 70 સેકન્ડ લાગે છે તો ટ્રેનની ઝડપ કેટલી થાય?
(32)ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનમૂળ ઘનફળ કરતા કેટલા ગણું થાય?
(33)50 સેમી ત્રિજ્યાના પાયાવાળી ટાંકીમાં 2 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે તેમાંથી 10 લીટરના કેટલા કેન ભરી શકાય?
(34)10 સેમી. વ્યાસ અને 4 સેમી. ઊંચાઈના નળાકારનું ઘનફળ ............. ઘન સેમી થાય.
(35)એક વર્તુળની પરિમિતિ 484 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
(36)એક વર્તુળનું ક્ષેત્રફળ 154 ચો.સેમી. છે. તો તેનો પરિઘ કેટલો થશે?
(37)1 ચો.ફૂટ = ...................... ચો. ઇંચ
(38)1 ઘન સેમી. = ...................... ઘન મિમી.
(39)કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 20 સે.મી. અને 15 સે.મી. હોય તો કર્ણનું માપ કેટલું થાય?
(40)લંબચોરસના ચારેય ખૂણા કેવા હોય છે?
(41)રેખાને કેટલા અંત્યબિંદુ હોય છે?
(42)A = {a b c d} હોય તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય?
(43)પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7 : 3 છે. તથા તેમની ઉંમરનો ગુણાકાર 756 છે તો 6 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય?
(44)મોહિતની ઉંમર તેના દીકરા કરતા 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર ૩ ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે?
(45)રાધા અને રેખાની ઉંમરનો ગુણોત્તર 5 : 3 છે. જો બંન્નેની ઉંમરનો સરવાળો 40 વર્ષ હોય તો રાધાની ઉંમર કેટલી હશે?
(46)60 કિમીની ઝડપે જતી ટ્રેન 1.5 કિમી લાંબી સુરેંગને 2 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી?
(47)૬૦૦ ને રોમન અંકોમાં કઈ રીતે લખાય?
(48)ડો.આરવ પૂર્વ દિશામાં 75 મીટર ચાલે છે. ત્યાર બાદ ડાબી બાજુ ફરી 25 મી. સાધા હંમેશા ચાલે છે. ફરી ડાબી બાજુ વળી 40 મી સીધી દિશામાં અંતર કાપે છે ત્યારબાદ ડાબી બાજુ ફરી 25 મી. નું અંતર કાપે છે. તો પ્રસ્થાનબિંદુથી તે કેટલા મીટર દૂર હોય?
(49)મોહનના લાઈનમાં બંને તરફથી 11 મો નંબર છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે?
(50)ડિસેમ્બર મહિનામાં 17 તારીખે ગુરુવાર હોય તો આ મહિનામાં કેટલા ગુરુવાર હશે?
(51)26 જાન્યુઆરી 2002ના રોજ શનિવાર હતો તો ૩ ઓક્ટોબર 2002ના રોજ કયો વાર હશે?
(52)Q કહે છે કે M અને T મારા ભાઈ છે. Q કહે છે કે K Tના પિતા છે. Q કહે છે કે R મારા પિતાનો ભાઈ છે તો R નો T ની માતા સાથે શું સંબંધ છે?
(53)10 17 20 27 30 ......
(54)વધ : તૂટ :: ખર્ચાળ : ...................
(55)5 20 45 80 ....
(56)ત્રણ સમાંતર રેખાઓને બીજી ત્રણ સમાંતર રેખાઓ છેદે તો કુલ કેટલા ચતુષ્કોણ રચાય?
(57)એક ચોરસની લંબાઈમાં 20 ટકા ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થશે?
(58)45 - 34.089 = ?
(59)2 + 2 x 4 - 2 = ?
(60)125 + 150 / 6 = ?
(61)જે અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો તેને કેવો અપૂર્ણાંક કહે છે?
(62)(-૧ અને -૩) માં મોટી સંખ્યા કઈ?
(63)5.0999માં કેટલા ઉમેરવાથી 6 થાય?
(64)સૌથી નાની પ્રથમ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યા કઈ છે?
(65)એક મિલિયન એટલે કેટલા?
(66)56.893 માં 3 ની સ્થાન કિંમત શોધો.
(67)એવી નાનામાં નાની સંખ્યા શોધો જેમાં 5 બાદ કરતા બનતી સંખ્યાને 14 15 અને 21 વડે નિ:શેષ ભાગી શકાય?
(68)એક સંખ્યાના 25% અને તે જ સંખ્યાના 15% નો સરવાળો 144 થાય છે તો તે સંખ્યાના 45% કેટલા થાય?
(69)2 9 28 65 126 216 344 આ શ્રેણીમાં કઇ સંખ્યા ખોટી છે?
(70)રૂ 400 માં ખરીદેલ વસ્તુ કઇ કિંમતે વેચવાથી 3.5% ખોટ જાય?
(71)1 થી 57 સુધીની એકી સંખ્યાઓની સરાસરી શું થાય?
(72)અવલોકનો 12 13 x 17 18 20 નો મધ્યક 16 છે તો x ની કિંમત શોધો.
(73)જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A શું થાય?
(74)મહિનાઓ P Q R અને S ક્રમમાં છે. P અને S ૩૦ દિવસના હોય તો S કયો મહિનો છે?
(75)જીલના વર્ગમાં ૧૦ વિદ્યાર્થીઓ છે. તેમાં ઉપરની તરફથી જીલનો ક્રમ ૭ મો છે. તો નીચે તરફથી કયો ક્રમ હોય?
(76)જો અલ્કાબેટના ૧૪ થી ૨૬ મળાક્ષરો ઉલટા ક્રમમાં લખીએ તો ડાબી બાજથી ૨૦ મો અક્ષર કયો આવશે?
(77)0.0036 નું વર્ગમૂળ શું આવે?
(78)20 વ્યક્તિઓ એક કામ ૨૦ દિવસમાં કરે તો 16 વ્યક્તિઓ તે કામ કેટલા દિવસમાં કરે?
(79)રોમન લિપિમાં 900 કેમ લખાય?
(80)3 7 16 35_____153
(81)3373 માં કેલાક ઉમેરવાથી મળતી સંખ્યાને 8 વડે નિ:શેષ ભાગી શકાય?
(82)9 19 39 79 ?
(83)નીચેનામાં કઈ સંખ્યા જુદી પડે છે?
(84)૫૦ ના 4 ટકા બરાબર કેટલી રકમ થાય?
(85)7 9 ? 16 21 માં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે?
(86)બે સંખ્યાઓનો ગુણોતર 3 : 4 છે અને તેનો ગુ.સા.અ. 4 છે તો તેનો લ. સા. અ. કેટલો હોય?
(87)જો 501 થી 700 તમામ નંબરો લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવશે?
(88)૨૦ અને ૧૫ ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય?
(89)0.2 × 25 = ?
(90)કઈ રકમનું ૭.૫% લેખે ૬ માસનું વ્યાજ ૯૬૦ ૩પિયા થાય?
(91)A અને B ના કામનો ગણોત્તર ૩:૫ છે. જો કામનું મહેનતાણું ૧૬૦૦ રૂપિયા હોય તો A ને કેટલું મહેનતાણું મળે?
(92)૧૦ વિદ્યાર્થીઓની હાલની ઉમરનો સરવાળો ૧૦૦ વર્ષ છે. ૫ વર્ષ પહેલા તેમની સરેરાશ ઉંમર કેટલી હશે?
(93)૨૦ કડિયા એક મકાન ૨૪ દિવસમાં બાંધી શકે છે તો ૩૦ કડિયાને મકાન બાંધતા કેટલા દિવસ લાગે?
(94)૧૨ પેનની વેચાણ કીમત ૧૫ પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારમાં કેટલા ટકા નફો થાય?
(95)૬૪ ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.
(96)બે સંખ્યાનો સરવાળો ૪૦ અને તફાવત ૪ થાય છે તો બંને સંખ્યાનો ગુણોત્તર શું થશે?
(97)નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે?
(98)૧૦૦ ના ૧૨૦% એટલે?
(99)નીચેનામાંથી કઈ સંખ્યાના બંને અંકનો સરવાળો અને ગુણાકાર સરખો થાય?
(100)એક સંખ્યાને 899 વડે ભાગતા શેષ 65 મળે છે. જો તે જ સંખ્યાને 31 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળે?
Social Chat is free, download and try it now here!