સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue Of Unity) એટલે કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)નું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક. તેમણે ભારતના 562 રજવાડાઓને એકત્ર કરીને દેશને એક રાજતંત્રમાંથી લોકશાહી ગણરાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ યોગદાનના સન્માનરૂપે આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (The tallest statue in the world) ઊભી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના (Gujarat State) નર્મદા જિલ્લાના (Narmada District) કેવડિયા ગામે સ્ટેચ્યુ ઑફ યુનિટી (Kevadiya Statue of Unity) નર્મદા નદીના તટ પર સ્થિત છે, જે દરેક ભારતીય માટે ગૌરવ છે.
આપણા ભારત દેશ ના વડાપ્રધાન (prime ministers of india) એટલે કે નરેન્દ્ર મોદીજી એ (Narendra Modi) 7 ઓક્ટોબર 2010ના રોજ ઍક પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના 10મા વર્ષની શરૂઆત પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ને ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર ના હેતુ માટે ડિસેમ્બર 2013માં બનાવવામાં આવ્યું હતું
સરદાર પટેલ સ્મારક (sardar patel statue) ગુજરાતના કેવડિયા ખાતે સતપુડા અને વિંધ્યાચલની પર્વતશ્રેણીઓની વચ્ચે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે 182 મીટરની ઊંચાઇ, જેમાં 157 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની(ચપ્પલ થી નીચેનો ભાગ) 25 મીટર ઊંચાઈ સામેલ છે.
ગુજરાત સરકારે (Gujarat Government) આ સ્ટેચ્યુ ઑફ યુનિટી સ્મારક માટે લોખંડ એકત્રિત કરવા દેશની જનતા ને અપીલ કરી હતી. દેશના ખેડૂતો પાસેથી તેમના જૂના ખેતી સાધનોનું દાન મળતાં 2016 સુધીમાં 135 મેટ્રિક ટનનો લોખંડ ભંગાર ઍકત્ર કરાયો હતો, જેમાંથી 109 મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો. આ સાથે, સરદાર પટેલના પ્રતિમાની (sardar patel statue) અંદર આવેલ મ્યુઝિયમમાં તેમના જીવન અને બાંધકામની વિગત દર્શાવવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા આ સરદાર પટેલ પ્રતિમા (sardar patel statue) નો પ્રારંભિક કુલ ખર્ચ RS. 3001 કરોડ (crore) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2014માં લાર્સન અને ટુબ્રો ( L & T ) એ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બોલી લગાવી હતી અને કરાર જીત્યો હતો, જે ₹2989 crore હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટીની (Statue Of Unity) ડિઝાઇન રામ વી. સુથાર (Ram Vanji Sutar) દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ થયું હતું અને 15 ઓક્ટોબર 2018 ની આસપાસ બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર આપણા ભારત દેશ ના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીજી દ્વારા વિધિવત દેશ ને સમર્પિત કરી હતી.
આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે. પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે 45 મીટર જેટલું ખોદકામ કાર્ય કરીને પછી 60 ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ (RCC Retaining Wall) બાંધીને પછી એ આખા ઉંડાણને આશરે 12 ફૂટ જેટલા ઊંચા કોંક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા નદીના પુરમાં.પણ કાઇ ના થાય એના માટે ખાસ બાંધકામ કેરલ છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી માત્ર એક સ્મારક નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય એકતા, સન્માન અને ભવિષ્યની દ્રષ્ટિને દર્શાવે છે. ભારતના યુવાનોને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા મળે અને રાષ્ટ્રીય એકતાનું મહત્વ સમજાય એ જ મુખ્ય ઉદ્દેશ છે. આ સાથે, આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતમાં પ્રવાસન, રોજગાર અને સ્થાનિક વિકાસને ફાયદો થયો છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી ને 1 નવેમ્બર 2018ના રોજ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયા પછી આ સ્મારકની મુલાકાત 128000 લોકોએ 11 દિવસમાં લીધી હતી. 15 માર્ચ 2021 સુધીમાં 50 લાખ પ્રવાસીઓએ સ્મારકની મુલાકાત લીધી હતી. નવેમ્બર 2022 સુધીમાં કુલ પ્રવાસીઓની સંખ્યાએ 1 કરોડનો આંક વટાવ્યો હતો. સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સુવિધા માટે કેવડીયા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે 5 કિમીના અંતરે આવેલું છે.
રાણી કી વાવ વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Rani Ki Vav History in Gujarati
નર્મદા નદીના કિનારે 24 એકરમાં ફેલાયેલી છે અને રંગબેરંગી ફૂલોની વનસ્પતિથી ભરપૂર છે. 2016માં 48,000 છોડ સાથે શરૂ થયેલ આ બગીચો હવે 22 લાખથી વધુ છોડ સાથે શોભે છે. અહીં ફક્ત ફૂલો જ નહીં, પણ ફોટો ખેંચવા માટે ખાસ ફોટો બુથ અને સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
આ બગીચામાં 300થી વધુ જાતિના ફૂલો ઉગાડવામાં આવે છે. સજાવટી ફૂલો, ઝાડવા, ઝાડીઓ, ઔષધિય છોડ, વેલાઓ અને નાના છોડ અહીં જોવા મળે છે. આ બધાના મિશ્રણથી આ જગ્યા જાદુઈ, રંગીન અને મોહક લાગે છે. અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ઉપરાંત, દર વર્ષે શિયાળામાં અહીં ખાસ ફૂલ શો પણ યોજાય છે, જે લોકોને ખૂબ ગમે છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ – Statue of Unity Road, ગુજરાત – Gujarat
સમય: સવારે 8:00 AM થી સાંજે 5:00 PM
સરદાર સરોવર પ્રોજેક્ટ ભારતના ચાર મોટા રાજ્યો – ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને ફાયદો પહોંચાડતી એક વિશાળ જળ યોજના છે. આ ડેમની ક્ષમતા (30.7 લાખ ક્યુસેક) જેવી છે.
આ ડેમ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે “સરદાર સરોવર (Sardar Sarovar) વ્યૂ પોઇન્ટ 1” પર મુલાકાતીઓ જઈ શકે છે, જે ફૂલોની વેલીની નજીક છે. ઑક્ટોબર-નવેમ્બર (શિયાળાની શરૂઆત) માં આ જોવા જેવું લાગે છે. જ્યારે ડેમમાં પાણી ઓવરફ્લો થાય છે (ખાસ કરીને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં), ત્યારે તો નજારો હદય સ્પર્શી જાય એવો થાય છે.
આ ડેમ ભારતની ત્રીજી સૌથી ઊંચી કોંક્રિટ ડેમ (163 મીટર) છે. ભાખરા ડેમ – Bhakhra Dam (226 મીટર, હિમાચલ) અને લખવાર ડેમ (192 મીટર, યુપી) તેનાથી ઊંચી છે. નર્મદા મેઈન કેનાલ (532 કિમી લાંબી અને 40000 ક્યુસેક ક્ષમતાવાળી) દુનિયાની સૌથી મોટી સિંચાઈ નહેર છે.
કોંક્રિટના જથ્થાની દૃષ્ટિએ, આ ડેમ દુનિયામાં બીજા નંબરે છે (6.82 મિલિયન ઘનમીટર). 85000 ક્યુમેક (30 લાખ ક્યુસેક) ક્ષમતા સાથે, આ ડેમ દુનિયામાં ત્રીજા ક્રમે આવે છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, નજીક, કેવડિયા – Kevadiya, ગુજરાત – Gujarat
સમય: સવારે 8:00 AM થી સાંજે 5:00 PM
ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC) એ એકતા નગરમાં પંચમુળી તળાવ (Dyke-3) પર બોટ રાઇડ શરૂ કરી છે જે ઇકો-ટુરિઝમનો મજેદાર ભાગ છે. આ બોટિંગ સુવિધા હોશિયાર કારીગરો ના મદદથી વિકસાવવામાં આવી છે. એકતા નગર આવનારા પ્રવાસીઓ હવે આ બોટ રાઇડ દ્વારા કુદરતી સૌંદર્યનો આનંદ લઈ શકે છે. દરેક રાઇડ 45 મિનિટની હોય છે અને દિવસમાં આઠ રાઇડ ચાલે છે. આ રાઇડ દરમિયાન તમે Dyke-4ના પાણીમાં પણ જઈ શકો છો, જ્યાં લીલાછમ જંગલો વડે ઘેરાયેલું આ પૂરું જળાશય ખૂબ જ મનમોહક લાગે છે. આ તળાવની આસપાસનું પર્યાવરણ વનસ્પતિ અને પ્રાણીઓથી ભરપૂર છે. આ બોટિંગ સુવિધા પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત બની ગઈ છે. પંચમુળી તળાવ પરિવાર કે મિત્રો સાથે જવા લાયક જગ્યા છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, ગુજરાત – Gujarat
સમય: સવારે 7:30 AM થી સાંજે 6:00 PM
સરદાર સાહેબની મૂર્તિ પાસે એક અનોખો બગીચો, જ્યાં 450 જાતના કેક્ટસ અને રસભર્યા છોડની દુનિયા જોઈ શકાય! આ છોડ પર્યાવરણ સાથે ઢળી જવાની કુદરતી ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. નર્મદા નદીના કિનારે રેતીલા પ્રદેશનો અનુભવ આપવા આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. 25 એકર જમીન અને 836 ચો.મીટરના ડોમમાં કુલ 6 લાખ છોડ જોવા મળે! આ ગાર્ડનમાં 17 દેશોના (ખાસ કરીને અમેરિકા-America અને આફ્રિકાના-Africa) 450 જાતના કેક્ટસ-સક્યુલન્ટ છોડ છે. રંગબેરંગી કેક્ટસની શોભા તો જોવા જેવી હોય પણ વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક જીવંત શિક્ષણની જગ્યા પણ છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, એકતા નગર – Ekta Nagar, ગુજરાત – Gujarat
સમય: સવારે 9:00 AM થી સાંજે 5:00 PM
એક્તા નર્સરી, સરદાર સાહેબની મૂર્તિ સમર્પિત કરતી વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ નર્સરીનો વિચાર આપ્યો. પર્યાવરણ સાથે જોડાયેલા પ્રવાસનું અનોખું ઠેકાણું બનાવવાની તેમની ઇચ્છા હતી. આની પાછળ બે મુખ્ય કારણો હતા, એક પ્રવાસીઓને પર્યાવરણ અંગે શિક્ષણ અને જાગૃતિ મળે અને બીજું સ્થાનિક લોકોને રોજગારી મળે. આ નર્સરીમાં 10 લાખ છોડ તૈયાર થાય છે, જે એકતા નગરના “એકતા”ના સંદેશને વધુ મજબૂત બનાવે છે. નર્સરીના મધ્ય ભાગમાં આદિવાસી લોકોની જીવનશૈલી, તેમના ઘરેણાં અને ઘરેલુ સામાનનું પ્રદર્શન છે. સાથે સ્વાદિષ્ટ આદિવાસી ચા અને હર્બલ ડિશેસનો આનંદ લઈ શકાય છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, એકતા નગર – Ekta Nagar, ગુજરાત – Gujarat
મોઢેરા સૂર્ય મંદિર વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Modhera Sun Temple Gujarat
નર્મદા ખીણમાં થયેલી ખોદકામમાં પ્રાચીન ડાયનાસોર “રાજાસોરસ નર્મડેન્સિસ” (Rajasaurus Narmadensis)ના અવશેષો મળ્યા છે. આ માંસાહારી ડાયનાસોર ક્રેટાસિયસ યુગ (જ્યુરાસિક પછીનો સમય) માં નર્મદા ખીણમાં રહેતો હતો. ગુજરાત એ ભારતના થોડાક રાજ્યોમાંનું એક છે જ્યાં ડાયનાસોરના અસલી હાડકાં અને અવશેષો મળ્યા છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, એકતા નગર – Ekta Nagar, ગુજરાત – Gujarat
નર્મદા નદીના કિનારે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” અને સરદાર સરોવર ડેમની નજીક આવેલ આ ઝૂ, 375 એકરમાં ફેલાયેલો છે. અહીં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકાના વન્ય જીવોની 186થી વધુ પ્રજાતિઓ જોઈ શકાશે. એશિયાટિક સિંહ, રોયલ બેંગોલ ટાઈગર અને ચિત્તો જેવી દુર્લભ જાતિઓનો અહીં ખજાનો છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, ગુજરાત – Gujarat
સમય: સવારે 8:00 AM થી સાંજે 5:00 PM
એકતા નગરમાં કુદરતી સૌંદર્ય અને જૈવિક વિવિધતાનો અનોખો સંગમ! આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પછી “વિશ્વમાં એકતા”ના થીમ પર આ વનની કલ્પના કરી હતી. અહીંયા આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, યુરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા એમ 7 ખંડોના વૃક્ષો અને વનસ્પતિઓ છે, તેમજ 7 ખંડોની ઓલિમ્પિક રિંગ્સના રંગોમાં રંગીન આકૃતિઓ છે, અને વિશ્વભરની જનજાતિઓના પરંપરાગત નિવાસ સ્થળોની પ્રતિકૃતિઓ પણ છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, એકતા નગર – Ekta Nagar, ગુજરાત – Gujarat
સમય: સવારે 8:00 AM થી સાંજે 6:45 PM
એકતા નગરમાં 3 એકરમાં ફેલાયેલ આ બગીચો દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન છે! અહીંની ગૂંચવણભરી પથારીઓ (2100 મીટર લાંબી) બાળકોને તો ખાસ કરીને ખૂબ ગમે છે. આ ગાર્ડનની ડિઝાઇન “શ્રીયંત્ર”ના આકારમાં બનાવવામાં આવી છે, જે સકારાત્મક ઊર્જા લાવે છે એવી માન્યતા છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, કેવડિયા – Kevadiya, ગુજરાત – Gujarat
સમય: સવારે 8:00 AM થી સાંજે 6:00 PM
નર્મદા નદીના કિનારે વસેલ આ 10 એકરના બગીચામાં 70થી વધુ પ્રજાતિના રંગબેરંગી પતંગિયા ની શોભા જોઈ શકાય. અહીં 150 જાતિના ફૂલો અને છોડ ઉગાડવામાં આવ્યા છે, જે પતંગિયા ને આકર્ષે છે અને તેમના જીવનચક્રને આગળ વધારે છે.
સ્થળ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity, એકતા નગર – Ekta Nagar, ગુજરાત – Gujarat
સમય: સવારે 9:00 AM થી સાંજે 5:00 PM
જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકિરા મિયાવાકીએ (Akira Miyawaki) શોધેલ આ અનોખી તકનીક થોડા જ સમયમાં ગજબ ગીચ જંગલ ઊભું કરે છે! એકતા નગરમાં 2 એકરમાં વિકસાવવામાં આવેલ આ જંગલ સાચે જ કુદરતનું અજાયબી છે.
સ્થળ: SSNNL સર્કિટ હાઉસ પાસે, એકતા મોલ નજીક, સ્ટેચ્યુ ઓફ યુનિટી – Statue of Unity
સમય: સવારે 8:00 AM થી સાંજે 6:00 PM
ધોળાવીરા વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Dholavira Site Kutch History in Gujarati
એકતા મોલ: 35,000 ચોરસ ફૂટ વિસ્તાર સાથે હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો માટે બનાવાયેલ મોલ, જેમાં દેશના વિવિધ રાજ્યોના એમ્પોરિયમ છે.
SOU સોવેનિઅર શોપ: ટોપી, ટી-શર્ટ, સ્ટેચ્યુ મોડેલ, પેન, કીચેન જેવા સ્મૃતિચિહ્ન અહીંથી ખરીદી શકાય છે.
મુલાકાતીઓ Statue of Unity ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે અથવા સ્થળ પર જઈને સીધી પણ ખરીદી શકે છે. આ વેબસાઈટનું સંચાલન “સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ” કરે છે.
ટિકિટ બુક કરવા માટે અહીંયા ક્લિક કરો: Statue of Unity Tickets Online Booking
સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) એ માત્ર એક પ્રતિમા નથી, એ ભારતના એકતાના વિચારનું પ્રતિબિંબ અને ભારતના ઈતિહાસ અને ભવિષ્યની દ્રષ્ટિ છે. આવો, આપણે સૌ ભેગા મળીને એવા સ્મારકોને વધાવીએ કે જે આપણા દેશના મૂલ્યો અને વિઝનને ઉજાગર કરે.
ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનાઓ શ્રેષ્ઠ ગણાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8:00 AM થી સાંજે 6:00 PM સુધી ખુલ્લું રહે છે. સોમવાર નિર્માણ કાર્ય માટે બંધ રહે છે. લેસર શો રોજે સાંજે 7:30 PM વાગ્યે (સોમવાર સિવાય) જોવા મળે છે.
Social Chat is free, download and try it now here!