ગુજરાતમાં વસવાટ કરતા નાગરિકો માટે ગુજરાત સરકાર (Gujarat Government) અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા 1 March 2006 થી શરૂ કરવામાં આવેલી “મન ફાવે ત્યાં ફરો” યોજના (Man Fave Tya Faro Yojana) એ લોકોને ઓછી કિંમતે સમગ્ર ગુજરાતમાં મુસાફરી કરવાની સુવિધા આપે છે. આ યોજના ખાસ કરીને પ્રવાસના શોખીનો માટે ઉપયોગી છે, કેમ કે હવે “મન ફાવે ત્યાં ફરો” યોજના મારફતે ગુજરાતનો કોઈપણ વ્યક્તી ઓછા ભાડામાં ગુજરાતના વિવિધ સ્થળોએ મુસાફરી કરી શકે છે. અમે તમને અહીંયા જણાવશુ કે આ યોજના શું છે, શા માટે શરૂ કરવામાં આવી, કોણ લાભ લઈ શકે છે, કેટલી મુદતમાં મુસાફરી થઈ શકે છે, ફોર્મ ક્યાં મળશે અને અરજી કેવી રીતે કરવી અને બધી વિગતો.
મન ફાવે ત્યાં ફરો યોજના ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ચલાવવામાં આવે છે. મન ફાવે ત્યાં ફરો યોજના નો ઉદ્દેશ્ય ગુજરાતના નાગરિકો માટે રાજ્યભરના પ્રવાસને સસ્તો અને સરળ બનાવવો છે. “મન ફાવે ત્યાં ફરો” યોજના હેઠળ તમે નિશ્ચિત દિવસો માટે ફિક્સ ભાડાં જેમ કે માત્ર ₹450 થી ₹1450 સુધીમાં 4 દિવસ કે 7 દિવસ સુધી ગુજરાતના (Gujarat) કોઈપણ શહેરમાં બસ દ્વારા મુસાફરી કરી શકે છે.
આ યોજના મારફતે ગુજરાત સરકારનો ઉદ્દેશ છે કે લોકો ગુજરાતના વિવિધ શહેરો, સાંસ્કૃતિક સ્થળો અને કુદરતી સૌંદર્યનો ઓછા ખર્ચે આનંદ લઈ શકે, પ્રવાસન માં વધારો થાય, સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થાય, અને જાહેર પરિવહનના ઉપયોગમાં વધારો થાય.
આ યોજના હેઠળ વિવિધ પ્રકારની બસો સામેલ છે:
(નોંધ: બસ ટાઇપ મુજબ ભાડું બદલાઈ શકે છે, કેટલીક સ્પેશિયલ બસો પર છૂટ લાગુ ન પડી શકે તેની ખાશ નોંધ લેવી)
સ્માર્ટફોન સહાય યોજના વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Smartphone Sahay Yojana
પ્રકાર | દિવસોની મર્યાદા | ભાડું |
એકવ્યક્તિ | 4 દિવસ | ₹ 450/- |
એકવ્યક્તિ | 7 દિવસ | ₹ 750/- |
પરિવાર પેક | 7 દિવસ (મહત્તમ 4 સભ્યો માટે | ₹ 1450/- |
(નોંધ: ભાડું સીઝન અને બસ સર્વિસ મુજબ અલગ હોઈ શકે છે)
આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ખાસ આરક્ષણ કે આવક મર્યાદા નથી, ગુજરાતના સ્થાનિક નિવાસીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, પરિવાર કે દંપત્તિ બધા જ આ મન ફાવે ત્યાં ફરો યોજના નો લાભ લઈ શકે છે.
અરજી કરવાની રીત (સ્ટેપ બાય સ્ટેપ):
નોંધ: ભાડું સીઝન અને બસ સર્વિસ મુજબ અલગ હોઈ શકે છે
ફોર્મ અને ફી જમા કરાવ્યા બાદ તમને સ્પેશિયલ પાસ આપવામાં આવશે, જેને તમે 4 કે 7 દિવસ સુધી ગુજરાતના તમામ શહેરોમાં મુસાફરી કરવા માટે ઉપયોગ કરી શકો છો.
નોંધ: મુસાફરી દરમિયાન પાસ તમારી સાથે રાખવો પડશે, પાસ સાથે હશે તોજ માન્ય ગણાશે
“મન ફાવે ત્યાં ફરો” યોજના (Man Fave Tya Faro Yojana) એક અત્યંત લોકપ્રિય અને અસરકારક યોજના છે, જે ગુજરાતના નાગરિકોને ઓછી કિંમતમાં રાજ્યના વિવિધ સ્થળોએ પ્રવાસ કરવાની તક આપે છે. જો તમે પણ નવા સ્થળો જોવા ઇચ્છો છો અને મુસાફરીનો આનંદ લેવા માંગો છો, તો આજે જ આ યોજનાનો લાભ લો!
જો તમારે ફોર્મ કેવી રીતે ભરવું, કે ક્યાંથી શરૂ કરવું તે અંગે મદદ જોઈએ તો નીચે કોમેન્ટ કરો, અમે મદદ કરવા તૈયાર છીએ! MitroMate (મિત્રોમાટે) પર તમે આવા વધુ ઉપયોગી અને સરકારી યોજનાઓ વિશે વાંચી શકો છો. તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો અને ગુજરાત ફરવાની તૈયારી શરૂ કરો!
વધુ માહિતી માટે મુલાકાત લો: GSRTC
One reply on “મન ફાવે ત્યાં ફરો યોજના (Man Fave Tya Faro Yojana) – ગુજરાત સરકારની ખાસ મુસાફરી યોજના વિશે સંપૂર્ણ માહિતી”
Thanks for the helpful information!