MitroMate (મિત્રો માટે)

Illustration with the title GSEB 10th Result SSC 2025 "ધોરણ 10નું પરિણામ આવી ગયું છે - Result ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો", and the left side a boy stand with school stuffs with three different poses.

GSEB SSC ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય રીતે ધોરણ 10 ની પરીક્ષા (10th Exam) માર્ચ (March) મહિનામાં લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફેબ્રુઆરીના (February) છેલ્લાં અઠવાડિયામાં યોજાઈ હતી. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ધોરણ 10 ના પરિણામ 2025 તારીખ (10th Result Date 2025) ની આતુરતા થી રાહ જોતા હતા એનો અંત આવી ગયો છે, આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થવા જય રહ્યું છે તો ધોરણ 10 નું તમારૂં પરિણામ (10 th Class Result) જોવા માટે આ લેખ ને કાળજી પૂર્વક વાંચજો.

GSEB 10th Result – ધોરણ 10નું પરિણામ કઈ રીતે ચેક કરવું? ફક્ત આ 5 સ્ટેપ્સ ને ધ્યાનમાં રાખો

ગુજરાત માધ્યમિક (GSEB SSC Board) ધોરણ 10 પરીક્ષા 2025 નું પરિણામ (10th Result SSC) ઓનલાઇન જાહેર થઈ ગયું છે. ચાલો જાણીએ કે કેવી રીતે તમે ઘરે બેઠા જ તમારું ધોરણ 10 નું પરિણામ ચેક કરી શકો છો:

  1. GSEB ની ઓફિસિયલ વેબસાઇટ https://www.gseb.org/ ખોલો
  2. હોમપેજ પર “SSC Result 2025” અથવા “ધોરણ 10 પરિણામ” લિંક શોધો અને તેના પર ક્લિક કરો
  3. તમારો 7 અંકનો સીટ નંબર અથવા રોલ નંબર ધ્યાનથી દાખલ કરો
  4. “Submit” (સબમિટ) બટન પર ક્લિક કરો અને સ્ક્રીન પર તમારું રિઝલ્ટ જુઓ
  5. તમારું 10 માં ધોરણ નું પરિણામ (10 STD Result) સ્ક્રીન પર આવી જશે

નોંધ: જો GSEB ની વેબસાઇટ ધીમી ચાલે તો થોડી વાર રાહ જુઓ અથવા SMS દ્વારા પણ રિઝલ્ટ મેળવી શકો છો!

GSEB 10th Result 2025 – ધોરણ 10નું પરિણામ ચેક કરવા નીચે ક્લીક કરો.👇👇👇

https://www.gseb.org

વૉટસઍપ દ્વારા તમારું ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવુ? – How to Check Your GSEB SSC Result 2025 on WhatsApp?

  • તમારા મોબાઇલ ઉપર આ 6357300971 નંબર ને સેવ કરો
  • ત્યાર બાદ વૉટસઍપ મા જઈ તમારો સીટ નંબર અથવા રોલ નંબર આ નંબર ઉપર મેસેજ કરો
  • થોડી વાર મા તમને માર્કશીટ મળી જશે

GSEB 10th Result Marksheet – તમારા ધોરણ 10ના પરિણામ ની મૂળ માર્કશીટની ક્યારે અને કેવી રીતે મળશે?

ઓનલાઇન દેખાતું પરિણામ ફક્ત તાત્કાલિક જાણકારી માટે જ છે. આ અધિકૃત દસ્તાવેજ નથી.

ધોરણ 10ના પરિણામ નું અધિકૃત દસ્તાવેજ તમને આ રીતે મળી શકે:

  • રિઝલ્ટ જાહેર થયાના 7 થી 10 દિવસ પછી
  • તમારી શાળા દ્વારા તમારા ધોરણ 10 ના પરિણામ (10th Board Result) ની મૂળ માર્કશીટનું વિતરિત કરવામાં આવશે
  • રૂબરૂ શાળામાં જઈને અથવા ક્લાસ ટીચર પાસેથી મેળવી શકાશે

તમારા ધોરણ 10ના પરિણામનું (GSEB 10th Result) મહત્વ:

  • ધોરણ ૧૧ નાં કોઈપણ પ્રવાહ માં પ્રવેશ લેવા માટે
  • સ્કોલરશિપ માટે અરજી કરવા માટે
  • અન્ય શૈક્ષણિક કાર્યો માટે અધિકૃત દસ્તાવેજ તરીકે કામ આવશે

નોંધ: માર્કશીટ મળ્યા પછી તેની કમનસીબે ફોટોકોપી કરાવી રાખો અને મૂળ દસ્તાવેજ સુરક્ષિત સ્થાને મૂકો.

Last 4 Years GSEB 10th Result – ગુજરાત બોર્ડ ધોરણ 10ના છેલ્લા 4 વર્ષના પરિણામ

ચાલો જાણીએ 2019 થી 2024 દરમિયાન ધોરણ 10ના પરિણામોમાં કેવા ફેરફારો આવ્યા છે:

વર્ષનોંધાયેલા વિદ્યાર્થીઓહાજર વિદ્યાર્થીઓપાસ થયેલા વિદ્યાર્થીઓપાસ ટકાગેરહાજર વિદ્યાર્થીઓ
20218,57,2048,57,2048,57,204100%0
20227,80,0007,80,0005,04,00065.18%0
20237,34,8987,34,8984,74,89364.62%0
20247,06,3706,99,5985,77,55682.56%6,772

મહત્વપૂર્ણ નોંધો:

  • મહામારીને કારણે ગુજરાત સરકારે 2021માં બધા વિદ્યાર્થીઓને પાસ કરેલા હતા
  • 2024માં સૌથી વધુ હાજરી – 6.99 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
  • 2024માં માત્ર 6,772 (0.96%) વિદ્યાર્થીઓ ગેરહાજર હતા

GSEB 10th Result પછી તમે આગળ કેવીરીતે વધી શકો?

10 માં ધોરણ પછીનો સમય તમારા ભવિષ્યના નિર્ણયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે! અહીં છે તમારા મુખ્ય વિકલ્પો:

  • સાયન્સ (ડૉક્ટર/ઇજનેર બનવું છે? NEET/JEEની તૈયારી કરો)
  • કોમર્સ (CA, બેંકિંગ કે બિઝનેસમાં કરિયર?)
  • આર્ટ્સ (સોશિયોલોજી, ઇતિહાસ, પોલિટિકલ સાયન્સમાં રસ છે?)

વ્યવસાયિક કોર્સ:

  • ડિપ્લોમા/ITI (ઝડપી જોબ માટે ટેકનિકલ સ્કિલ્સ શીખો)
  • સ્કિલ-બેઝ્ડ કોર્સ (કોમ્પ્યુટર, ડિઝાઇનિંગ, ભાષાઓ, સ્પોર્ટ્સ)

પરિણામ એ ફક્ત એક પત્રક છે – તમારી મહેનતની એક ઝાંખી. પરિણામ ગમે તે આવે, તમારાં લક્ષ્યોને ટકાવી રાખો અને આગળ વધતા રહો. અમારી શુભેચ્છાઓ અને માર્ગદર્શન હંમેશા તમારી સાથે છે!

અમારો આ MitroMate (મિત્રોમાટે) પ્લેટફોર્મ તમને અવનવી માહિતી અને માગ્દર્શન આપતું રહેશે એટલે અમારી આ વેબસાઈટ ને તમારા મિત્રો સાથે પહ શેર કરતા રહેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 replies on “GSEB 10th Result SSC 2025 Declared – ધોરણ 10નું પરિણામ (10th Result) આવી ગયું છે – પરિણામ ચેક કરવા માટે આ લેખ ને કાળજી પૂર્વક વાંચો!”

  • Ram
    May 8, 2025 at 1:29 am

    Thank for update us!

  • CHIRAG RAVAL
    May 8, 2025 at 3:02 am

    Very good site help full every student