કચ્છની રેતીલી ધરતી પરથી નીકળીને ગુજરાતી સિનેમાના રૂપેરી પડદા સુધી પહોંચનારા ઘણા જોયા હશે, પણ રીયા સામાણી(Riya Samani) અલગ છે. રીયા સામાણીના જીવનમાં લાડ, પ્રેમ, સખત મહેનત, તૂટવું અને ફરીથી ઊભા થવાની અદમ્ય હિંમત છે. જ્યારે તમે રીયા સામાણી ની આંખોમાં જુઓ છો ત્યારે એક આત્મવિશ્વાસ અને મોટા સપનાઓની ચમક સ્પષ્ટ દેખાય છે. આજે ગુજરાતી સિનેમામાં નવી પેઢીની અભિનેત્રીઓમાં જેમનું નામ લેવાય છે, તેમાં રીયા સામાણી એક મહત્વનું નામ છે. ચાલો, આજે તેમની સફરને વિગતવાર સમજીએ, કચ્છની લાડકીથી ગુજરાતી સિનેમાની ઊભરતી અભિનેત્રી સુધીની આ અદ્ભુત સફર.
રીયા સામાણીનો જન્મ(Riya Samani Birth) 5 જૂન 1990 ના રોજ કચ્છના ભુજ શહેરમાં થયો હતો. તેમના માતા ભારતીબેન સામાણી કચ્છના છે અને પિતા પ્રકાશભાઈ સામાણી પોરબંદરના છે. આથી જ રિયા પોતાને મજાકમાં કહે છે કે, “હું કચ્છની દાબેલી અને પોરબંદરના ગાંઠિયાનું અનોખું મિશ્રણ છું!” પરિવારમાં તેઓ પ્રથમ સંતાન હોવાથી તેમનો ઉછેર અત્યંત લાડ અને પ્રેમથી થયો. ખાસ કરીને નાનીમાંના તેઓ સૌથી વધુ પ્રિય હતા. ત્રીજા ધોરણ સુધી તેઓ ભુજમાં રહ્યા અને પછી આખો પરિવાર પોરબંદર આવી ગયો. આ બે વિસ્તારોનું સંયોજન રિયાના વ્યક્તિત્વમાં સ્પષ્ટ દેખાય છે, કચ્છની સાદગી અને મક્કમતા સાથે પોરબંદરની ખુલ્લી અને સમુદ્રી વાતાવરણની ઉદારતા

સામાન્ય રીતે જ્યારે કોઈ દીકરી ગ્લેમર વર્લ્ડ કે એક્ટિંગ લાઈનમાં જવા માંગતી હોય, ત્યારે સમાજ અને સગા-વ્હાલાઓ અનેક સવાલો ઉઠાવતા હોય છે. રિયાના જીવનમાં પણ આવું જ હતું.
રીયા સામાણી(Riya Samani) ની સફળતા પાછળ તેમના આખા પરિવારનો સિંહફાળો છે. તેમની બંને માસીઓ ગીતા માસી અને માલતી માસી, બંને મામા, દાદી અને માતા-પિતાએ તેમને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. ખાસ કરીને તેમના ભાઈ અંકુર સામાણી(Ankur Samani) વિશે વાત કરતા રિયા અત્યંત ભાવુક થઈ જાય છે અને કહે છે કે મારો ભાઈ એકદમ શ્રવણ જેવો છે અંકુર તેમનાથી 6 વર્ષ નાનો હોવા છતાં, રીયા સામાણી(Riya Samani) માટે તે પિતા અને માતા સમાન છે. રીયા સામાણી કહે છે, “લોકો કહેતા હોય છે કે ભાઈ એ બાપની છાયા છે, પણ મારો ભાઈ તો મારી માં અને બાપ બંને છે”. મુશ્કેલ સમયમાં પણ અંકુરે ક્યારેય રિયાનો સાથ છોડયો નથી.

રીયા સામાણી(Riya Samani) ની સફર ક્યારેય સરળ નહોતી. ઘણા લોકો માને છે કે અભિનેત્રી બનવું એ માત્ર લક અથવા ગ્લેમર છે, પણ રીયાની વાસ્તવિકતા એકદમ અલગ છે.
માત્ર 9મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે જ તેમણે નોકરી કરવાની શરૂઆત કરી દીધી. એક ઇમિટેશન જ્વેલરી ની દુકાનમાં સેલ્સગર્લ તરીકે કામ કરવું એ સહેલું નહોતું. સવારે વહેલા ઊઠીને દુકાને જવું, લોકો સાથે વાતચીત કરવી, તેમની જરૂરિયાત સમજવી અને વેચાણ કરવું આ બધું 14-15 વર્ષની ઉંમરે શીખવું પડ્યું.
આ અનુભવે તેમને એક મહત્વની વસ્તુ શીખવાડી, લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. આજે જ્યારે તેઓ શૂટિંગના લાંબા શેડ્યુલમાં કામ કરે છે ત્યારે આ જ મહેનત અને ધીરજ તેમને ટકી રહેવાની તાકાત આપે છે. તેમના પિતાએ તેમને હંમેશા “સિંહણ” જેમ લડવાની પ્રેરણા આપી. આ પ્રેરણા આજે પણ તેમના અભિનયમાં દેખાય છે.
છાયા ઠાકોર વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Chhaya Thakor Biography in Gujarati
રિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી છે અને તેમની કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મો નીચે મુજબ છે:
આ ઉપરાંત તેઓ ધનસુખભાઈ ભંડેરી(Dhansukhbhai Bhanderi) ઉર્ફે વિજુડી(Vijudi) અને રમણિકભાઈ ચારોલિયા(Ramnikbhai Charoliya) જેવા અનુભવી કલાકારો સાથે અનેક વીડિયો અને પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂક્યા છે. YouTube અને Google પર “Riya Samani” સર્ચ કરશો તો હજારો વીડિયો જોવા મળશે. વર્ષોની આ અથાગ મહેનતને કારણે તેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

રીયા સામાણી ના બહુ પ્રખ્યાત સોન્ગ અને શોર્ટ વિડિઓ નીચે મુજબ છે જેમાં લાખો વ્યૂ આવી ચુક્યા છે:
| ગીત / વિડિઓ નામ | Song / Video Names | Year |
| વિજુળી ની ધમાલ | Vijuli Ni Dhamal | 2021 |
| પદમાં નો વિયોગ | Padma No Viyog | 2025 |
| બાપ ને દિકરી ના લગન ની મુંજવણ | Baap ne Dikari na Lagan ni Munjvan | 2020 |
| ભાઈ બહેન ની સમજણ | Bhai Bahen ni Samjan | 2020 |
| કિરાયદર પડી મલિક પર ભારી | Kiraydar Padi Malik Par Bhari | 2021 |
| વિજ્યાળી કે રાજ્યા ઘર ની લક્ષ્મી નુ સન્માન કર્તા શીખો | Vijyali Ke Rajya Ghar Ni Laxmi Nu Sanmaan Karta Seekho | 2025 |
| સંસ્કાર | Sanskar | 2019 |
| બાપ- દિકરી નો પ્રેમ કોને કેવાય | Baap- Dikari no Prem kone Kevay | 2020 |
| દિલ ની રમત | Dil Ni Ramat | 2020 |

રીયા સામાણી(Riya Samani) માત્ર અભિનેત્રી જ નથી, તેઓ એક સારા સિંગર પણ છે. તેમણે સમર્થ શર્મા અને મલ્હાર ઠાકર જેવા જાણીતા મ્યુઝિક આર્ટિસ્ટ્સ સાથે મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે. અભિનય અને સંગીત બંનેમાં તેમની રુચિ સમાન છે.
2025 મા રિયા સામાણીના લગ્ન ધવલ ઠક્કર(Dhaval Thakkar) સાથે થયા છે. ધવલ ઠક્કર એટલે કે તેમના પતિ અત્યંત સપોર્ટિવ છે અને તેમની કારકિર્દીમાં પૂરો સાથ આપે છે. આ સાથ અને સમજ એક અભિનેત્રી માટે ખૂબ મહત્વની છે.
પરંતુ જીવનમાં દરેકને પડકારો આવે જ છે. રીયા સામાણીના માતાના અવસાન પછી તેઓ ગંભીર આઘાતમાં ગયા હતા. લગભગ છ મહિના સુધી તેમની જીવનશૈલી ખોરવાઈ ગઈ હતી. આ સમય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેમણે હિંમત ન હારી અને ફરીથી કલા જગતમાં પાછા આવ્યા.
રિયાને કુકિંગ (રસોઈ) કરવાનો પણ ખૂબ જ શોખ છે. તેઓ કહે છે કે, “જેટલો મને એક્ટિંગનો શોખ છે, એટલો જ રસોઈ બનાવવાનો પણ છે.”
વિયોના પાટીલ વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Viyona Patil Biography in Gujarati
| પ્લેટફોર્મ | સંખ્યા (2026 મુજબ) | લિંક્સ |
| ઇન્સ્ટાગ્રામ | 3 K ફોલોવર્સ | Riya Samani Instagram |
| યૂટ્યૂબ | 400 + સબસ્ક્રાઇબર્સ | Riya Samani YouTube |
| ફેસબૂક | 6.6 K ફોલોવર્સ | Riya Samani Facebook |
રીયા સમાણી(Riya Samani) ની સફર આપણને ઘણું શીખવે છે:
કચ્છની ગલીઓમાંથી શરૂ થયેલી આ સફર આજે ગુજરાતી સિનેમાને નવી ઊર્જા આપી રહી છે. રિયા સામાણી જેવી યુવા પ્રતિભાઓને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દિવસેને દિવસે વધુ મજબૂત અને આકર્ષક બની રહી છે.

રીયા સામાણી(Riya Samani) માત્ર એક અભિનેત્રી નથી, તેઓ એક પ્રેરણા છે. કચ્છની લાડકીએ પોતાની મહેનત, લગન અને હિંમતથી ગુજરાતી સિનેમામાં પોતાની જગ્યા બનાવી છે. આગળના વર્ષોમાં તેમની વધુ ફિલ્મ્સ અને પ્રોજેક્ટ્સ જોવા મળશે તેવી આશા છે. જો તમે પણ કોઈ સપનું જોઈ રહ્યા છો અને સંઘર્ષ કરી રહ્યા છો, તો રિયા સામાણીનું જીવનપરિચય તમને કહે છે “હાર ન માનો, મહેનત ચાલુ રાખો, એક દિવસ તમે પણ જરૂર સફળ થશો.” રિયા સામાણીને તમારો પ્રેમ અને સપોર્ટ આપવાનું ભૂલશો નહીં! તેમની આગામી ફિલ્મ “તપ” અને “ઝુઝારૂ”ને ચોક્કસ જુઓ.
તો મિત્રો અમને કોમેન્ટ માં જણાવશો કે તમને રીયા સામાણી(Riya Samani), રીયા સામાણીની ઉંમર(Riya Samani Age), રીયા સામાણીનું જીવનપરિચય(Riya Samani Biography), રીયા સામાણીના પતિ(Riya Samani Husband), રીયા સામાણીની જન્મ તારીખ(Riya Samani Date of Birth), અને રીયા સામાણીનાં જીવન પરિચયની માહિતી ગુજરાતી(Riya Samani Biography in Gujarat) ભાષામાં જાણીને કેવું લાગ્યું? અને જો તમને આ બધી માહિતી નવી લાગી હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે આ વેબસાઈટ મિત્રોમાટેજ છે!
Q1. રીયા સામાણી કોણ છે?
જવાબ: રીયા સામાણી એક ઊભરતી ગુજરાતી અભિનેત્રી અને સિંગર છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ્સમાં કામ કરી રહ્યા છે અને તેમની મહેનત અને પ્રતિભાને કારણે ગુજરાતી સિનેમામાં નવી પેઢીની પ્રતિભાઓમાં તેમનું નામ લેવાય છે.
Q2. રીયા સામાણીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?
જવાબ: રીયા સામાણીનો જન્મ 5 જૂન 1990 ના રોજ કચ્છના ભુજ શહેરમાં થયો હતો. તેમની માતા કચ્છની અને પિતા પોરબંદરના છે.
Q3. રિયા સામાણીની કઈ-કઈ ફિલ્મો આવી છે?
જવાબ: રિયા સામાણીએ અત્યાર સુધીમાં “છેલ્લી 5 મિનિટ” ફિલ્મમાં કામ કર્યું છે, જે BookMyShow પર પણ ઉપલબ્ધ છે. તેમની આગામી ફિલ્મો “તપ(TAP)” અને “ઝુઝારૂ” છે. “ઝુઝારૂ” માટે તેઓ હાલમાં ડબિંગ કરી રહ્યા છે.
Q4. રિયા સામાણી સિંગર પણ છે?
જવાબ: હા, રિયા માત્ર અભિનેત્રી જ નથી, તેઓ એક સારા સિંગર પણ છે. તેમણે સમર્થ શર્મા અને મલ્હાર ઠાકર જેવા જાણીતા આર્ટિસ્ટ્સ સાથે મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે.
Q5. રિયા સામાણીએ કયા પડકારોનો સામનો કર્યો છે?
જવાબ: રિયા સામાણીના જીવનમાં સૌથી મોટો આઘાત તેમના માતાના અવસાન પછી આવ્યો હતો. આ સમયે તેઓ ગંભીર માનસિક આઘાતમાં ગયા હતા અને લગભગ છ મહિના સુધી તેમની જીવનશૈલી ખોરવાઈ ગઈ હતી. પરંતુ તેમણે હિંમત ન હારી અને ફરીથી કલા જગતમાં પાછા આવ્યા.
Q6. રિયા સામાણીને કયા એવોર્ડ મળ્યા છે?
જવાબ: તેમની અથાગ મહેનતને કારણે રિયા સામાણીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે.
Q7. રિયા સામાણીના અન્ય શોખ શું છે?
જવાબ: એક્ટિંગ અને સિંગિંગ ઉપરાંત રિયા સામાણીને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. તેઓ કહે છે કે એક્ટિંગનો જેટલો શોખ છે, એટલો જ રસોઈ બનાવવાનો પણ છે.
Q8. રિયા સામાણીની આગામી ફિલ્મો કઈ છે અને ક્યારે રિલીઝ થશે?
જવાબ: રિયા સામાણીની આગામી ફિલ્મ “તપ(TAP)” ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને “ઝુઝારૂ” ફિલ્મ જૂન-જુલાઈ મહિનામાં આવવાની છે.