MitroMate (મિત્રો માટે)

Aarti Sangani in an orange traditional outfit, featured on a yellow and charcoal grey banner with her name in English and Gujarati.

ગુજરાતી લોકસંગીતના આંગણે આજે એક એવું નામ ગુંજી રહ્યું છે જેણે પોતાની મહેનત અને અનોખા અવાજથી લાખો લોકોને ઘેલા કર્યા છે. એ નામ છે આરતી સંગાણી(Aarti Sangani). પરંતુ તમને જણાવીએ કે આરતી સંગાણીની સફળતા પાછળ એક મધ્યમવર્ગીય પરિવારનો સંઘર્ષ અને એક પિતાનો અતૂટ વિશ્વાસ છુપાયેલો છે. સુરીલા અવાજ અને લોકગીતોમાં નવો મિજાજ લાવીને ભારતના અનેક સંગીતપ્રેમીઓના દિલમાં સ્થાન મેળવનાર આરતી સંગાણી(Aarti Sangani) આજે સોશિયલ મીડિયા થી લઈને લાઈવ સ્ટેજ સુધી દરેક જગ્યાએ લોકપ્રિય છે. ચાલો જાણી લઈએ, આ અવાજ પાછળની અદભૂત સફર વિશે.

આરતી સંગાણીનું બાળપણ અને પરિવાર – The Childhood and Family of Aarti Sangani

આરતી સંગાણીનો જન્મ સુરત જિલ્લાના એક સામાન્ય પરંતુ પ્રેમભર્યા પરિવારમાં થયો હતો. આરતી સંગાણીની ઉંમર(Aarti Sangani Age) ની વાત કરીએ તો એ માહિતી જાહેર નથી, પણ એવી અટકળો છે કે આરતી સાંગાણીનો જન્મ 1990 ના દાયકામાં થયેલો છે. એટલે એવું કહી શકાય કે આરતી સંગાણીની ઉંમર(Aarti Sangani Age) 2026 મુજબ 35 વર્ષની હશે. આરતી સંગાણીના પિતા(Aarti Sangani Father) સંજયભાઈ સંગાણી સાડીઓના જોબવર્ક એટલે કે લેસ-પટ્ટી લગાવવાનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. સંજયભાઈના પરિવારમાં કુલ 5 દીકરીઓ અને 1 દીકરો છે. આ પરિવારમાં આરતી અને તેની એક બહેન ટ્વીન્સ (જોડિયા) છે, જેમાં આરતી નાની છે, જ્યારે આરતી સંગાણીનો ભાઈ(Aarti Sangani Brother) પરિવારમાં સૌથી નાનો છે.

Aarti Sangani looking to the side, wearing an olive green puff-sleeve top.

સંજયભાઈએ આર્થિક સંકડામણ હોવા છતાં ક્યારેય દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યો નથી. તેમણે પોતાની તમામ દીકરીઓને દીકરા સમાન ગણીને ઉછેરી છે. જ્યારે આરતી સંગાણીએ ગાયકીના ક્ષેત્રમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સમાજ અને અન્ય લોકો તરફથી વિરોધ થયો હતો, પરંતુ સંજયભાઈ પોતાની દીકરીના સપના માટે અડગ રહ્યા હતા.

આરતી સંગાણીની શૈક્ષણિક માહિતી – Aarti Sangani Education Qualification Information

આરતી સંગાણીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક શાળામાં પૂર્ણ થયું. સ્કૂલ કાર્યક્રમો હોય કે સાંસ્કૃતિક સ્પર્ધાઓ, આરતી સંગાણી(Aarti Sangani) હંમેશા સૌનું ધ્યાન ખેંચતી. નાની વયે જ આરતી સંગાણી સંગીત શાસ્ત્ર તરફ આકર્ષાઈ અને સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. શિક્ષકોએ પણ આરતી સંગાણીની કળાને ઓળખી ને પ્રોત્સાહન આપ્યું. શીખવાની જિજ્ઞાસા અને સતત મહેનતે આરતી સાંગાણીને સફળતા સુધી લાવનાર મુખ્ય કારણો છે. આરતીએ પોતાનો અભ્યાસ અને સંગીતની સાધના એકસાથે આગળ વધારી છે. સંજયભાઈ સાંગાણીની મર્યાદિત આવક હોવા છતાં, તેમણે આરતી સંગાણીના શિક્ષણમાં ક્યારેય ઓટ આવવા દીધી નહીં

Aarti Sangani wearing a green and gold checkered traditional crop top and white skirt with large earrings.

આરતી સંગાણીનાં જીવન પરિચયમાં સંગીત કારકિર્દીની શરૂઆત – Beginning of Musical Career in Aarti Sangani Biography in Gujarati

મજૂરી કરતા પિતાની લાડકી દીકરી આરતી સંગાણીએ જ્યારે પહેલીવાર માઈક પકડ્યું, ત્યારે સંજયભાઈએ તેને પૂરો ટેકો આપ્યો. પિતાએ મજૂરી કરીને પણ દીકરીના શોખ અને તેની પ્રતિભાને મરવા દીધી નહીં. આરતીએ પણ પોતાની મહેનતથી સાબિત કરી દીધું કે તેના પિતાનો વિશ્વાસ વ્યર્થ ગયો નથી. કોઈપણ કલાકાર માટે તેનો પહેલો ડાયરો યાદગાર હોય છે. સંજયભાઈ સાંગાણીએ જ્યારે આરતી સંગાણીને સ્ટેજ પર ગાતી જોઈ, ત્યારે તેમની વર્ષોની મહેનત સફળ થતી દેખાઈ. જે સમાજ પહેલા વિરોધ કરતો હતો, તે જ સમાજ આજે તેના અવાજ પર વારી જાય છે.

આરતી સંગાણીની સંગીત કારકિર્દીની શરૂઆત એક સામાન્ય સ્ટેજ શો સાથે થઈ, જ્યાં તેઓએ સ્થાનિક મેરેજ પ્રોગ્રામમાં ગીત ગાયું. 2010ના દાયકાની શરૂઆતમાં, સુરતના એક લગ્નમાં તેમનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો. તે વખતે તેઓએ ‘સાયબો રે ગોવાળિયો – Saybo Re Govaliyo’ જેવું લોકગીત ગાયું, જેનાથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. આ પછી, આરતી સંગાણી(Aarti Sangani) સ્થાનિક કલાકારો સાથે જોડાઈ, અને ધીમે ધીમે તેનું નામ ગુજરાતભરમાં ફેલાયું.

Aarti Sangani laughing and posing in a burnt orange traditional Indian dress against a dark grey vignette background.

કારકિર્દીની શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, નાના સ્ટેજ, ઓછા વેતન, અને પુરુષપ્રધાન વ્યવસાયમાં સ્થાન મેળવવું. પરંતુ આરતીની મહેનત અને મીઠી આવાજે તેમને આગળ વધાર્યા. આરતી સંગાણીએ ગુજરાતી લોકસંગીતના પ્રખ્યાત કલાકારો જેમ કે આદિત્ય ગઢવી(Aditya Gadhvi) સાથે કામ કર્યું, અને તેમના પહેલા એલ્બમ ‘જય જય માંગલ માં – Jai Jai Mangal Ma’એ તેમને નવરાત્રી ના સમયે લોકપ્રિય બનાવ્યો. આ શરૂઆતી વર્ષોમાં તેઓએ લગ્ન પ્રોગ્રામ્સ અને ધાર્મિક મેળામાં કાર્યક્રમો કર્યા, જેનાથી તેમની કળા વધુ મજબૂત બની. આરતી કહે છે, “સંગીત કારકિર્દીની શરૂઆત એ મારા માટે પ્રેમની જેમ હતી – થોડી ડરામણી, પણ અનંત આનંદથી ભરપૂર.” આજે તેમના ગીતો જેમ કે ‘નવલી નવરાત્રી સ્પેશિયલ – Navli Navratri Special’ લાખો વ્યૂઝ મેળવે છે.

હંશા ભરવાડ વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Hansha Bharwad Biography in Gujarati

આરતી સંગાણીનું વ્યક્તિગત જીવન – Personal Life of Aarti Sangani

આરતી સંગાણીના પિતાના જીવનનો એક મહત્વનો હિસ્સો દીકરીઓ પરનો વિશ્વાસ છે. તેમણે એક મુલાકાતમાં ભાવુક થઈને કહ્યું હતું કે, “મેં આંખ બંધ કરીને મારી દીકરી પર વિશ્વાસ કર્યો હતો.” જોકે, કલાકારના જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને અંગત નિર્ણયોને લઈને પિતાએ સમાજને એક શિખામણ પણ આપી છે. તેમણે દરેક માતા-પિતાને સંદેશ આપતા જણાવ્યું છે કે, “દીકરીઓ પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે વિશ્વાસ જ તેમને આગળ વધવાની શક્તિ આપે છે. પરંતુ, તેની સાથે સાથે તેમને સાચો માર્ગ બતાવવો અને તેમની ગતિવિધિઓ પર માર્ગદર્શક તરીકે ધ્યાન રાખવું પણ એટલું જ અનિવાર્ય છે.” આ વાત એક પિતાના હૃદયની વેદના અને અનુભવ દર્શાવે છે.

Aarti Sangani is performing with a microphone, wearing a vibrant pink embroidered dupatta and heavy jhumka earrings.

આરતી સંગાણીનું વ્યક્તિગત જીવન તેમના જાહેર જીવન જેટલું જ રસપ્રદ છે. તાજેતરમાં, 2025માં, તેમણે ગોંડલના તબલા વાદક દેવાંગ ગોહેલ(Devang Gohel) સાથે લવ મેરેજ કર્યા, જે વિવાદાસ્પદ બન્યું. આ વિવાહે સમાજમાં ચર્ચા ઉભી કરી, પરંતુ આરતી સંગાણીએ કહ્યું, “પ્રેમ જાતિ-ધર્મ નથી જોતું. દેવાંગ ગોહેલ આરતી સાંગાણીના પતિ(Aarti Sangani Husband) છે!

આરતી સંગાણીની સોશિયલ મીડિયા ઉપસ્થિતિ – Aarti Sangani Social Media Presence

આરતી સંગાણી સોશિયલ મીડિયા પર એક ફેમસ કલાકાર છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર 2025 મુજબ 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તેઓ નવા ગીતો, પરિવારી મોમેન્ટ્સ શેર કરે છે. ફેસબુક પેજ પર 15000+ લાઈક્સ, અને યુટ્યુબ ચેનલ પર મિલિયન વ્યૂઝ છે. તેઓ રીલ્સ દ્વારા યુવાનોને જોડે છે, અને તેમની પોસ્ટ્સમાં હંમેશા પોઝિટિવ વાઈબ્સ હોય છે.

Aarti Sangani smiling in a black t-shirt against a green and blue gradient background.

Conclusion – નિષ્કર્ષ

આરતી સંગાણીએ સાબિત કરી દીધું છે કે જો તમારામાં આવડત હોય અને પરિવારનો સાથ હોય, તો ગામડાની દીકરી પણ આખા વિશ્વમાં પોતાનું નામ ગુંજતું કરી શકે છે. લોકસંગીતના ક્ષેત્રમાં તેમણે જે મર્યાદા અને શાલીનતા જાળવી રાખી છે, તે વખાણને પાત્ર છે. આવનારા સમયમાં તેઓ ગુજરાતી ગાયકીને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમાં કોઈ શંકા નથી.

દેવાયત ખવડ વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Devayat Khavad Biography in Gujarati

તો મિત્રો અમને કોમેન્ટ માં જણાવશો કે તમને આરતી સંગાણીના ઈતિહાશ(Aarti Sangani History), આરતી સંગાણીની ઉંમર(Aarti Sangani Age), આરતી સંગાણીનું ગામ, બાળપણ અને કુટુંબ, આરતી સંગાણીનું શિક્ષણ, આરતી સાંગાણીના પિતા(Aarti Sangani Father), આરતી સાંગાણીના પતિ(Aarti Sangani Husband), તેમનું સાહશ અને સંઘર્ષ, અને આરતી સંગાણીનાં જીવન પરિચયની માહિતી ગુજરાતી(Aarti Sangani Biography in Gujarat) ભાષામાં જાણીને કેવું લાગ્યું? અને જો તમને આ બધી માહિતી નવી લાગી હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે આ વેબસાઈટ મિત્રોમાટેજ છે!

Aarti Sangani dressed in a traditional white and red Gujarati saree with heavy jewelry.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q1: આરતી સંગાણી ક્યાંની છે?
જવાબ:
આરતી સંગાણી સુરત, ગુજરાતની છે.

Q2: આરતી સંગાણીનું પ્રથમ ગીત કયું હતું?
જવાબ:
આરતી સંગાણીનું પ્રથમ ગીત ‘ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો’.

Q3: આરતી સંગાણીના પતિ(Aarti Sangani Husband) કોણ છે?
જવાબ:
આરતી સંગાણીના પતિ તબલા વાદક દેવાંગ ગોહેલ(Devang Gohel).

Q4: આરતી સંગાણીના લોકપ્રિય ગીતો કયા છે?
જવાબ:
આરતી સંગાણીના હિટ ગીતોમાં ‘જય જય મંગળ મા’, ‘લાગી છે લગની તારા નામ ની’, ‘સાયબો રે ગોવાળિયો’ અને ‘નવલી નવરાત્રી સ્પેશિયલ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે, જે નવરત્રી અને લોકગીતોના શોખીનોને ખૂબ ગમે છે.

Q5: આરતી સંગાણી કેટલા વર્ષની છે?
જવાબ:
આરતી સંગાણી 1990ના દાયકામાં જન્મેલી છે, તેથી હાલમાં આશરે ૩૫ વર્ષની છે. તેમની યુવાનીની ઉર્જા તેમના ગીતોમાં સ્પષ્ટ દેખાય છે.

Q6: આરતી સંગાણીએ કયા પુરસ્કારો જીત્યા છે?
જવાબ:
આરતી સંગાણીએ ગુજરાતી મ્યુઝિક અવોર્ડ્સમાં ‘બેસ્ટ ફીમેલ વોકાલિસ્ટ’ અને ‘પોપ્યુલર ગરબા સિંગર’ જેવા પુરસ્કારો જીત્યા છે, જે તેમની કળાને માન્યતા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *