ગુજરાતની ભૂમિ, ખાસ કરીને સૌરાષ્ટ્ર, હંમેશા સાહિત્ય, શૌર્ય અને ખુમારીના રંગે રંગાયેલી રહી છે. આધુનિક યુગમાં પણ ઘણા કલાકારોએ આ ધરોહરને જાળવી રાખી છે, જેમાં એક યુવા અને જોશીલું નામ છે દેવાયત ખવડ(Devayat Khavad). તેમની આગવી રજૂઆત શૈલી, દુહા-છંદની રમઝટ અને ‘રાણો રાણાની રીતે’ જેવો સંવાદ(Devayat Khavad Dialogue ‘Rano Rana Ni Rite’) તેમને માત્ર કલાકાર નહીં પણ લાખો યુવાનો માટે સાચી પ્રેરણા પૂરી પાડનાર એક વ્યક્તિત્વ બનાવે છે. આ વિગતવાર બ્લોગમાં, આપણે આ લોકલાડીલા કલાકારના જન્મથી લઈને સફળતાના શિખર સુધીની, સંઘર્ષ અને સ્વાભિમાનથી ભરેલી સફરને જાણીશું.
Childhood, Family Background and Native Place of Devayat Khavad – દેવાયત ખવડનું બાળપણ, પરિવાર અને મૂળ વતન
દેવાયત ખવડનું જીવન શૂન્યમાંથી સર્જન કરવાનો ઉત્તમ દાખલો છે.
જન્મ અને વતન: દેવાયત ખવડનો જન્મ 13 સપ્ટેમ્બર 1988 માં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામ માં થયો હતો. એટલે હાલ 2026 માં દેવાયત ખવડની ઉંમર(Devayat Khavad Age) 39 વર્ષની હશે
મૂળ વતન: જોકે, દેવાયત ખવડનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું ગુંદિયાવાળા ગામ છે. દુધઈ તેમના મામાનું ગામ છે, પરંતુ તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ અહીં જ વીત્યું.
પરિવાર: દેવાયત ખવડ કાઠી દરબાર સમાજના છે(Devayat Khavad Cast), તેમનો પરિવાર કાઠી દરબાર સમાજ સાથે સંકળાયેલો છે. તેમનો પરિવાર ગરીબ હતો અને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી.
પિતાનું યોગદાન: દેવાયત ખવડના પિતા દાનભાઈ ખવડ ખેતરમાં મજૂરી કરતા હતા, તેમજ સિમેન્ટના ડ્રમ બનાવવાનો ઉદ્યોગ પણ કરતા હતા. તેમની પાસે 10 વીઘા જેટલી જમીન હતી, જેના પર તેઓ ખેતી પણ કરતા. દાનભાઈ ખવડનું નિધન વર્ષ 2015 માં થયું હતું. દેવાયત ખવડ આજે જે કંઈ પણ છે, તે માતા-પિતા અને સોનલ બાઈના આશીર્વાદથી છે તેમ તેઓ માને છે.
Education and Lessons of Life in Devayat Khavad Biography – લદેવાયત ખવડના જીવન પરિચયમાં તેમનું શિક્ષણ અને જીવનના પાઠ
દેવાયત ખવડ(Devayat Khavad) નું મન ભણતરમાં ઓછું અને સાહિત્યમાં વધુ હતું.
પ્રાથમિક શિક્ષણ: તેમણે ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં જ પૂર્ણ કર્યો. શિક્ષણમાં તેમને કોઈ ખાસ રસ નહોતો અને શાળાના સમય દરમિયાન તેઓ તોફાની પણ હતા.
માધ્યમિક શિક્ષણ: ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે તેઓ દુધઈ ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા વેલા સડલા ગામ માં સાયકલથી અપડાઉન કરતા અને ધોરણ 8 થી 10 સુધીનો અભ્યાસ અહીં પૂરો કર્યો.
કોલેજ અને આત્મખોજ: ધોરણ 10 પછી દેવાયત ખવડએ કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો. આ એ સમય હતો જ્યારે તેમને લાગ્યું કે જીવનમાં કંઈક તો કરવું પડશે.
એક રસપ્રદ કિસ્સો: એક રસપ્રદ કિસ્સો એ છે કે આજે હજારો લોકોની વચ્ચે બોલતા દેવાયત ખવડ(Devayat Khavad), ધોરણ 8 દરમિયાન શાળામાં સ્ટેજ પર બોલવાના વારા આવે ત્યારે ગેરહાજર રહેતા. તેમને વિદ્યાર્થીઓ સામે બોલતા શરમ આવતી અને પગ પણ ધ્રૂજતા હતા. આ સંકોચે જ તેમને ભવિષ્યમાં કલાકાર બનવા પ્રેરિત કર્યા.
The Beginning of Devayat Khavad Career – દેવાયત ખવડની કારકિર્દીની શરૂઆત
દેવાયત ખવડને લોકસાહિત્યની દુનિયામાં લાવવામાં તેમના મામાનું મોટું યોગદાન છે.
પ્રોત્સાહન અને માર્ગદર્શન: દેવાયત ખવડના મામા જિલુભાઈ કરપડા સાહિત્યપ્રેમી છે. તેમણે જ દેવાયત ખવડને ગાવાનો રસ જગાડ્યો અને પ્રોત્સાહિત કર્યા.
પ્રથમ શિબિર: વર્ષો પહેલાં, રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા દુરદર્શન અને આકાશવાણીના સહયોગથી ગામમાં ઊગતા કલાકારો માટે ત્રણ દિવસની શિબિર રાખવામાં આવતી. મામાના પ્રોત્સાહનથી 2004 માં સડલા ગામમાં રાખવામાં આવેલી આવી જ એક શિબિરમાં દેવાયત ખવડે ભાગ લીધો અને અહીંથી જ તેમના ગાવાની સફરની શરૂઆત થઈ.
પ્રથમ કાર્યક્રમ: તેમણે પોતાનો પ્રથમ કાર્યક્રમ દુધઈ ગામના હનુમાનજીના મંદિરે આપ્યો હતો. આ કાર્યક્રમમાં તેમના પ્રેક્ષકો માત્ર દસ વ્યક્તિ જ હતા.
પ્રથમ કાર્યક્રમની ભૂલ અને શીખ
પહેલા કાર્યક્રમમાં તેમણે સાંજના સમયે પ્રભાતિયું ગાયું હતું. પછીથી તેમને તેમના મામા દ્વારા જાણવા મળ્યું કે પ્રભાતિયું તો સવારે જ ગવાય. આ નાની ભૂલે તેમને શીખ આપી કે સાહિત્યમાં પ્રેક્ટિસ અને નિયમોનું કેટલું મહત્વ છે. ત્યારથી તેમણે પોતાનો અભ્યાસ અને પ્રેક્ટિસ ખૂબ વધારી દીધા.
Study of Devayat Khavad ideals and literature – દેવાયત ખવાડનાં આદર્શો અને સાહિત્યનો અભ્યાસ
પોતાની કલાને નિખારવા માટે દેવાયત ખવડે(Devayat Khavad) મહાન સાહિત્યકારોને આત્મસાત કર્યા.
આદર્શ: દેવાયત ખવાડ ઇશરદાન ગઢવીને પોતાના આદર્શ માને છે અને તેમને ખૂબ જ સાંભળતા હતા. તેમના મતે, ઇશરદાન ગઢવી પાસેથી તેમણે શબ્દોની બાંધણી, વાત ક્યાંથી શરૂ કરવી અને ક્યાં પૂરી કરવી, મરસિયા ગાવાની રીત, અને વીરતાના પ્રસંગોમાં યુદ્ધનું વર્ણન કેવી રીતે કરવું તે બધું શીખ્યું.
સાહિત્ય નું વાંચન: તેમના પાંચ મામાઓમાંથી સૌથી મોટા મામાને પુસ્તકો વાંચવાનો શોખ હતો. દેવાયતભાઈ તેમની પાસેથી ઝવેરચંદ મેઘાણીના ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘સૌરઠી બહારવટિયા’, કાંતિભાઈ ભટ્ટ, દૌલતભાઈ ભટ્ટ, જેમલભાઈ પરમાર વગેરેના પુસ્તકો લઈ વાંચવા લાગ્યા.
સફળતાનો મંત્ર: ઇશરદાન ગઢવીનું એક વાક્ય તેમણે ગાંઠે બાંધી લીધું: “જગત માં કોઈએ ન જાણ્યા તો જનેતા એ જણ્યાં થી શું ?”
સ્થાનિક લોકપ્રિયતા: હનુમાન જયંતિના પ્રોગ્રામમાં તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ થાનગઢથી બાજુમાં આવેલા સોનગઢ માં પ્રોગ્રામ કર્યો, જ્યાં તેમની મુલાકાત ભરતદાન ગઢવી સાથે થઈ.
મોટી તક: ભરતદાન ગઢવીના માધ્યમથી તેમને સાયલા તાલુકાના કેરડા ગામમાં પ્રોગ્રામ આપવાની તક મળી. તેઓ બીજા કલાકારોના પ્રોગ્રામોમાં જતા અને વચ્ચે બ્રેક પડે ત્યારે ભરતદાન ગઢવી દ્વારા તેમને બોલવાનો મોકો મળતો, જ્યાં તેઓ આઈ સોનલમાં ના પ્રસંગો તેમજ જે તે સમાજની શૌર્ય અને દાતારીના પ્રસંગોની વાતો કરતા.
પ્રથમ પુરસ્કાર: શરૂઆતના કાર્યક્રમો તેમણે પુરસ્કાર લીધા વિના કર્યા હતા. તેમનો પ્રથમ પુરસ્કાર માત્ર સો રૂપિયા હતો. ઘણીવાર તો કાર્યક્રમોમાં સવારે પાંચ વાગ્યે વારો આવતો, અને ઘણીવાર તો વારો જ નહોતો આવતો, છતાં તેમણે મહેનત ચાલુ રાખી.
સિગ્નેચર ડાયલોગ: આખરે, ‘રાણો મારો રાણાની રીતે(Rano Rana Ni Rite)’ ગીત અને ડાયલોગથી તેમને લોકોના દિલમાં સ્થાન મળ્યું. તેમના વીર રસના ગીતો જેમ કે ‘ધીંગાણાનો ધોલ’ પણ ખૂબ જ પ્રખ્યાત થયા.
યુવાનોમાં લોકપ્રિયતા: ‘રાણો રાણાની રીતે’ જેવા ડાયલોગ યુવાનોમાં ખુમારી અને સ્વાભિમાનની ભાવના જગાવે છે, જેના કારણે તેમની ફેન ફોલોઇંગ ખૂબ જ મોટી બની છે.
દેવાયત ખવડે પોતાની કલાનો વ્યાપ ગુજરાત પૂરતો સીમિત ન રાખ્યો.
રાજ્ય બહાર અને વિદેશમાં: ગુજરાત ઉપરાંત તેમણે રાજસ્થાનમાં પણ ઘણા કાર્યક્રમો કર્યા છે. સમય જતાં તેઓ વિદેશમાં પણ પ્રોગ્રામ કરવા લાગ્યા.
સ્વપ્ન: તેમનું સ્વપ્ન છે કે તેઓ લોકસાહિત્યને વીણી-વીણીને ભેગું કરી વિદેશો સુધી પહોંચાડે.
Devayat Khavad Connection with People and His Social Message – દેવાયત ખવાડનું લોકો સાથે જોડાણ અને સામાજિક સંદેશ
દેવાયત ખવડનું(Devayat Khavad) લોકો સાથેનું જોડાણ તેમની વાણીની ખુમારી અને સ્પષ્ટતાને કારણે છે.
સાચો મર્દ: તેમનું માનવું છે કે મર્દ માણસની વાત ગમે તે સ્થળે, ગમે તે સમયે અને ગમે ત્યાં થઈ શકે છે.
સંસ્કૃતિનો સંદેશ: તેમનું કહેવું છે કે ભારતીય નારીએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પોશાક પહેરવો જોઈએ.
યુવાનોને પ્રેરણા: હિંદુસ્તાનને આબાદ રાખવા માટે આજના યુવાને વ્યસનથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. તેઓ અનેક યુવાનોને સાચી પ્રેરણા પૂરી પાડે છે.
Devayat Khavad Personal Life and Lifestyle – દેવાયત ખવડનું અંગત જીવન અને જીવનશૈલી
નિવાસસ્થાન: દેવાયત ખવડ પોતાના પરિવાર(Devayat Khavad Family) સાથે રાજકોટમાં રહે છે. તેમનો આલીશાન બંગલો ‘સોનલ કૃપા’ નામથી જાણીતો છે, જે ગરીબીમાંથી આવેલી તેમની સફળતાની કહાણી દર્શાવે છે.
શોખ: તેમને ધાર્મિક સ્થળોએ ફરવું ખૂબ જ ગમે છે.
દિનચર્યા: નવરાશના સમયમાં તેઓ દરરોજ સવારે પાંચથી સાત વાગ્યા સુધી પુસ્તકો વાંચે છે.
સન્માન અને એવોર્ડ્સ: તેમને વિવિધ સમાજો દ્વારા ઘણા એવોર્ડ્સ અને સન્માન મળ્યા છે. આહીર શૌર્ય દિવસ નિમિત્તે આહીર સમાજના યુવાનોએ તેમને સન્માન પત્ર અને મોમેન્ટો આપ્યા હતા.
દેવાયત ખવડનું જીવન શૂન્યમાંથી સર્જન કરનાર અને ખુબ જ સંઘર્ષ કરીને ઉપર આવનાર એક કલાકારનું જીવંત ઉદાહરણ છે. પોતાના મૂળ વતન, પરિવાર અને સંસ્કૃતિને વળગી રહીને, તેમણે લોકસાહિત્યને આધુનિક યુવા પેઢી સુધી પહોંચાડ્યું છે. તેમની વાણીમાં ગુજરાતની ધરતીની ખુમારી, વીરતા અને સ્વાભિમાનનો પડઘો સંભળાય છે, જે તેમને એક અવિસ્મરણીય લોકકલાકાર બનાવે છે. જય સોનલબાઈ, જય ગુજરાત!
તો મિત્રો અમને કોમેન્ટ માં જણાવશો કે તમને દેવાયત ખવડના પરિવાર(Devayat Khavad Family), દેવાયત ખવડના ઈતિહાશ(Devayat Khavad History), દેવાયત ખવાડનાં ડાયલોગ(Devayat Khavad Dialogue), દેવાયત ખવડનું જન્મ સ્થળ, દેવાયત ખવડની ઉંમર(Devayat Khavad Age), તેમનું ગામ, તેમનું શિક્ષણ, અને દેવાયત ખવડનાં જીવન પરિચયની માહિતી ગુજરાતી ભાષામાં(Devayat Khavad Biography in Gujarati) જાણીને કેવું લાગ્યું? અને જો તમને આ બધી માહિતી નવી લાગી હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે આ વેબસાઈટ મિત્રોમાટેજ છે!