MitroMate (મિત્રો માટે)

Text heading with Bank of Baroda Recruitment 2025 and other text information, including 2500 job vacancies for local bank officer positions. The last date to apply is 24/07/2025. The image features three professionals.

જો તમે ગ્રેજ્યુએટ છો અને તમારે બેંકની સરકારી નોકરી જોઈતી હોય તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડા – Bank of Baroda એ 2025માં તહેવાર જેવી ભરતી જાહેર કરી છે! હા, હા, સાવ સાચું – 2500 જગ્યાઓ પર ‘સ્થાનિક બેંક ઓફિસર – Local bank Officer ની ભરતી બહાર પાડી છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું દરેક પોઈન્ટ વિશે જે તમને જરૂરી છે, જેમાં પાત્રતા, શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કઈ રીતે કરવી, પરીક્ષાનું પેપર કેવું આવશે, તૈયારી કેવી કરવી એવી બધી બાબતો વિશે ચર્ચા કરીશું!

સ્થાનિક બેંક ઓફિસર ભરતીની મુખ્ય માહિતી – Main Highlights of Bank of Baroda Recruitment 2025

પદનું નામસ્થાનિક બેંક ઓફિસર – Local Bank Officer(LBO)
કુલ જગ્યા2500 જગ્યાઓ
અરજીની તારીખ04 જુલાઈ 2025 થી 24 જુલાઈ 2025
નોકરી સ્થાનઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે ત્યાં
પગાર₹48,480 થી ₹85,920 (અનુભવના આધારે વધે)
અરજી ફીGEN/OBC/EWS: ₹850
ઑફિશિયલ સાઇટhttps://www.bankofbaroda.in

બેંક ઓફ બરોડા ભરતીમાં રાજ્ય પ્રમાણે જગ્યાઓ – State-wise Jobs Vacancies for Bank of Baroda Recruitment 2025

ખાસ નોંધ – તમે ફક્ત એક રાજ્ય માટે જ અરજી કરી શકો છે.

રાજ્યકુલ જગ્યા
ગુજરાત1160
મહારાષ્ટ્ર485
કર્ણાટક450
તમિલનાડુ60
પંજાબ50
અન્ય રાજ્યોજુદી જુદી જગ્યાઓ

બેંક ઓફ બરોડા ભરતી માટે લાયકાત અને અનુભવ – Educational Qualifications And Experience for BOB Bank Recruitment

શૈક્ષણિક લાયકાત:

  • કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (સરકારી માન્ય યુનિવર્સિટીમાંથી)
  • CA, Cost Accountant, Engineer, Medical Professional પણ અરજી કરી શકે છે.

અનુભવ:

  • ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂર છે (Scheduled Commercial Bank કે Regional Rural Bankમાં)
  • NBFC, Cooperative Bank, Payment Bank, Fintech નો અનુભવ માન્ય નથી.

ભાષા જરુરીયાત:

જે રાજ્ય માટે તમે અરજી કરોછો તે રાજ્યની સ્થાનિક ભાષામાં વાતચીત કરતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ, જેમ કે તમે ગુજરાત રાજ્ય માટે અરજી કરો છો, તો તમને ગુજરાતીમાં બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ.

બેંક ઓફ બરોડા ભરતીમાં અરજી માટે જરૂરી દસ્તાવેજો – Required Documents to Apply for the BOB Bank Vacancy 2025

અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો સ્કેન કરીને રાખજો (PDF ફોર્મેટમાં):

  • 10માં ધોરણની માર્કશીટ (જન્મ તારીખ પુરાવા તરીકે)
  • ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને માર્કશીટ
  • અનુભવ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
  • કેટેગરી સર્ટિફિકેટ (SC/ST/OBC/EWS માટે)
  • PWD/Ex-Serviceman/NOC (જોઈએ તો)

બેંક ઓફ બરોડા ભરતીમાં અરજી કરવામાટે ફી – Application Fees to Apply for Bank of Baroda Recruitment 2025

કેટેગરીફી
General / OBC / EWS₹850 (GST સહીત)
SC / ST / PWD / Women / ESM₹175 (GST સહીત)

ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ ભરવી પડશે (UPI, Card, Netbanking)

બેંક ઓફ બરોડા ભરતીમાં અરજી કરવામાટે ની રીતે – Process to Apply in Bank of Baroda Recruitment 2025

Infographic in Gujarati showing a five-step process to apply for the Local Bank Officer position in Bank of Baroda Recruitment 2025.
  • ઓફિશિયલ વેબસાઈટ પર જવું: bankofbaroda.in > Career > Current Opportunities
  • “Local Bank Officer” માટે Apply Online પર ક્લિક કરો.
  • બાયોડેટા, ફોટો, સહી અને દસ્તાવેજ અપલોડ કરો.
  • ફી ભર્યા પછી અરજી ફોર્મ સબમિટ કરો.
  • એપ્લિકેશન નમ્બર અને રસીદ સાચવી રાખજો.

સ્થાનિક બેંક ઓફિસર ભરતી પરીક્ષાનું પેપર કેવું આવશે? – What will the Local Bank Officer Recruitment Exam Paper be Like?

વિભાગપ્રશ્નોગુણસમય
અંગ્રેજી303030 મિનિટ
બેંકિંગ નોલેજ303030 મિનિટ
જનરલ એવેર્નેસ303030 મિનિટ
રીઝનિંગ & ક્વૉન્ટ303030 મિનિટ
કુલ120120120 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ છે: દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કાપાશે.
  • લાયકાત ગુણ: GEN/EWS – 40%, અન્યો – 35%

બેંક ઓફ બરોડા ભરતીમાં સિલેક્શન પ્રક્રિયા માટે બીજા ચરણો – Next stages in the selection process for Bank of Baroda recruitment 2025

  • Psychometric Test – Behavioral test (Core values & Sales Skills)
  • Group Discussion (જો જરૂરી ગણાય તો)
  • Interview – ફાઈનલ સ્ટેજ

સ્થાનિક બેંક ઓફિસર ભરતી અંગે પગાર માહિતી – Salary Information Regarding Local Bank Officer Recruitment 2025

  • પ્રારંભિક પગાર: ₹48,480/- (JMG Scale-I)
  • વધુ અનુભવ હોય તો એડવાન્સ ઈન્ક્રમેન્ટ મળશે
  • વધારાની સુવિધાઓ: Allowances, Incentives, Insurance, PF, Leave Benefits વગેરે.

બેંક ઓફ બરોડા ભરતી 2025 અંગે તૈયારી ટિપ્સ – Preparation Tips for Bank of Baroda Recruitment 2025

  • જૂના બેંક એક્ઝામના પેપર સોલ્વ કરો
  • Banking Awareness અને RBI સમાચાર ઉપર ધ્યાન આપો
  • English & Reasoning માટે રોજિંદી પ્રેક્ટિસ કરો
  • Mock Test અને Online Quiz રમો (Quiz માટે www.mitromate.com ની મુલાકાત લો)
  • Bank of Baroda ના Products અને Schemes નું જ્ઞાન રાખો

હવે મૌકો ચોખ્ખો છે! જો તમારે બેંક ક્ષેત્રમાં સારી નોકરી જોઈએ છે તો આ Bank of Baroda Recruitment 2025 તમારા માટે એક “Golden Chance” છે. આજે જ અરજી ભરી દો, સમય પસાર થયો તો પાછો ન આવે! BOB Local Bank Officer 2025 માટે આજે જ અરજી કરો અને નવી કારકિર્દીની શરૂઆત કરો!

ઓફિશ્યિલ BOB ભરતી જાહેરાત PDF Download કરો (Download)

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય માર્ગદર્શન માટે છે. અમે Bank of Baroda Local Bank Officer(LBO) Recruitment 2025 ભરતી વિશે કોઈપણ પ્રકારની જવાબદારી લેતા નથી. કૃપા કરીને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના PDF અને વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતીની ખાતરી કરો. અમે ભરતી પ્રક્રિયા અથવા પસંદગી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ભૂલ, ફેરફાર કે ભરતી રદ માટે જવાબદાર રહેશું નહીં!

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. શું fresher apply કરી શકે છે?
જવાબ: નહીં, ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો Officer-grade bank નો અનુભવ હોવો જોઈએ.

Q2. શું PG (Post Graduation) જરૂરી છે?
જવાબ: નહીં, માત્ર Graduation પૂરતું છે. PG હોય તો પણ ફાયદો રહેશે પણ ફરજિયાત નથી.

Q3. શું Local Language Test બધાને આપવા પડશે?
જવાબ: નહીં. જો ઉમેદવાર 10મી કે 12મીમાં સ્થાનિક ભાષા વિષય તરીકે ભણેલો છે તો તેને Language Test માંથી મુક્તિ મળશે.

Q4. શું એપ્લિકેશન સબમિટ કર્યા પછી એડિટ કરી શકાય છે?
જવાબ: નહીં. ફોર્મ એકવાર સબમિટ થયા પછી એમાં કોઈ ફેરફાર શક્ય નથી.

Q5. શું Cooperative Bank અથવા NBFCનો અનુભવ ચાલે?
જવાબ: નહીં. માત્ર Scheduled Commercial Bank અથવા Regional Rural Bank નો Officer-grade અનુભવ માન્ય ગણાશે.

Q6. Interview કેટલાને બોલાવવામાં આવશે?
જવાબ: Online exam માં performance આધારે shortlist થયેલ ઉમેદવારને Interview માટે બોલાવવામાં આવશે. Bank ની discretion રહેશે.

Q7. Group Discussion (GD) ફરજિયાત છે?
જવાબ: નહિ, જો ઉમેદવારો ઓછા હોય તો સીધો Interview પણ લેવાઈ શકે છે. Bank સમય પ્રમાણે નક્કી કરશે.

Q8. Credit Score જરૂરી છે?
જવાબ: હા, CIBIL સ્કોર ઓછામાં ઓછો 680 હોવો જરૂરી છે. ખરાબ financial history હોય તો ઉમેદવાર અસ્વીકારાઈ શકે છે.

Q9. Selection Processમાં કોઈ તબક્કે Physical Test છે?
જવાબ: નહીં, આ purely Written + Interview-based selection process છે. કોઈ Physical Test નથી.

Q10. Bond કે Service Agreement છે?
જવાબ: હા, ઉમેદવારને 3 વર્ષ માટે સેવા આપવાનો બોન્ડ કરવો પડશે. નહિ આપશે તો ₹5 લાખ + ટેક્સ ચૂકવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *