MitroMate (મિત્રો માટે)

A Gujarati actor, Yash Soni, wearing a shirt with stylish hair and a beard. There are natural views surrounding the actor. On the left bottom side, there is a MitroMate brand logo on a cloud shape.

યશ સોનીનું પ્રારંભિક જીવન અને પરિવાર – Yash Soni’s Life and Family

યશ સોની – Yash Soni ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક એવો લોકપ્રિય યુવાકલાકાર છે જેને પોતાના આકર્ષક અભિનય શૈલી અને નિર્મળ ચહેરાના કારણે દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. યશ સોની નો જન્મ ગુજરાત ના અમદાવાદ – Ahmedabad શહેરમાં 16 October 1996માં થયો હતો. યશ સોનીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં પૂરું કર્યું હતું ત્યાબાદ તેને અમદાવાદની HK Arts College માંથી બેચલર ઓફ આર્ટસ ની ડિગ્રી પૂર્ણ કરી. યશ સોનીનો જન્મ એક સામાન્ય માધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. યશ સોની એ અભ્યાસ દરમિયાન ઘણા બધા નાટકો અને કોલેજના ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને ત્યારથીજ તેમને થિયેટર અને અભિનયમાં રસ ઊઠ્યો અને તેમને પોતાની અભિનય ની સફર શરૂ કરી હતી.

યશ સોની અભિનય કારકિર્દી નો આરંભ – The Beginning of Yash Soni’s Acting Career

યશ સોની ની અભિનય કારકિર્દી ની વાત કરીયે તો તેમને 20 November 2015 માં રિલીઝ થયેલ “છેલ્લો દિવસ” – Chhello Divas ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ દ્વારા યશ સોની ને અલગ ઓળખ મળી અને આ ફિલ્મ યુવાનો માં લોકપ્રિય રહી હતી. ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિક – Krishnadev Yagnik ની ફિલ્મ “છેલ્લો દિવસ” માં યશ સોનીએ “નિખિલ” – Nikhil નું પાત્ર ભજવ્યુ હતું અને તે લોકો ને ખુબજ પસંદ આવ્યું તેમને તેમના અભિનય દ્વારા લોકોને ખુબજ હસાવ્યાં. યશ સોની ની પહેલીજ ફિલ્મ સુપરહિટ રહી.

યશ સોની ની લોકપ્રિય ફિલ્મો – Yash Soni’s Popular Movies

“છેલ્લો દિવસ”- Chhello Divas પછી યશ સોનીએ ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની કેટલીક જાણીતી ફિલ્મોની વાત કરીયે તો તેમને 2018માં “શું થયું?” – Shu Thayu? , 2019માં “ચાલ જીવી લઈએ” – Chaal Jeevi Laiye, 2022માં “નાડી દોષ” – Nadi Dosh, “રાડો” – Raado, “ફક્ત મહિલાઓ માટે” – Fakt Mahilao Mate, 2023માં “૩ એક્કા” – 3 Ekka, 2024માં “ડેની જીગર” – Danny Jigar, “જગત” – Jagat, “ફક્ત પુરુષો માટે” – Fakt Purusho Maate, અને 2025માં “મીઠડાં મેહમાન” – Mithada Maheman જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે 2016માં હિન્દી રીમેક “Days of Tafree” માં પણ પોતાની ભૂમિકા ભજવી હતી. ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિક અને યશ સોનીની જોડી ગુજરાતી સિનેમા ની સૌથી સફળ અને લોકપ્રિય જોડી છે.

જાનકી બોડીવાલા વિશે જાણવા અહીંયા ક્લિક કરો! - Janki Bodiwala Gujarati Actress

યશ સોની સોશિયલ મીડિયા – Yash Soni’s Social Media

યશ સોની – Yash Soni માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં (Social Media) પણ ખૂબ જ સક્રિય છે. યશ હંમેશા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ – Yash Soni Instagram અને ફેસબુક – Yash Soni Facebook પર તેમની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે.

યશ સોની વ્યક્તિગત જીવન – Yash Soni’s Personal Life

યશ સોની – Yash Soni ની પર્સનલ લાઈફ ની વાત કરીયે તો તેમના પરિવાર માં તેમના પિતા ચંદ્રેશ સોની, તેમની માતા લીના સોની અને તેમના ભાઈ કાવ્ય સોની છે. યશ સોની ને ટ્રાવેલિંગ અને મૂવી જોવા નો શોખ છે અને તેઓને ગિટાર વગાડવું પણ ખુબજ ગમે છે. યશ સોની એ એનિમલ લવર છે તેમની પાસે એક પેટ ડોગ છે જેનું નામ Muse છે. યશ સોની એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા રાઈઝિંગ સ્ટાર છે કે જેમણેપોતાની મેહનત અને અભિનયથી સામાન્ય છતાં યાદગાર પાત્રો દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે. જો તમારે પણ બીજા ગુજરાતી કલાકારો વિષે વધુ જાણવું હોય તો MitroMate સાથે જોડાયેલા રહો!

Content Source: Wikipedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *